ટ્રેનોમાં ઈ-કેટરીંગની સુવિઘા યાત્રિયો માટે રેલ્વે ફરી શરી કરવા જઈ રહી છે.રેલ મંત્રાલયે તેના માટે IRCTC એ મંજૂરી આપી છે.એટલે ફરી ટ્રેનોમાં મુસાપરી દરમ્યાન યાત્રિયો ઓર્ડર બુક કરી જમવાનું મેલવી શકશે.તેની શરૂઆત દેશના અનુક પસંદ કરેલા રેલ્વે સ્ટેશનોથી કરવામાં આવી રહી છે. કોરોના કાળ દરમ્યાન આ સેવા બંધ કરાઈ હતી.
મળશે મનપસંદ જમવાનું
IRCTC ની આ સુવિઘાના માધ્યમથી યાત્રીઓ ઓનલાઈન પસંગદીના રેસ્ટોરામાંથી પોતાનું ફૂડ ઓર્ડર કરી શકે છે.ઓર્ડર કરતા સમયે યાત્રિયોને એ જણાવી દેવામાં આવશે કે તેના કયા સ્ટેશન પર અને કેટની વારમાં તેમનો એર્ડર પહોંચશે.યાત્રીઓને કયાંય પણ જવાની જરૂર રહેશે નહિ.ફૂડને તેમની સીટ પર ડિલીવરી કરવામાં આવશે.
રેલ્વે મંત્રાલયે આપી પરવાનગી
IRCTC દ્વારા અધિકૃત આ-કેટરીંગ સર્વિસ રેલ રેસ્ટ્રોને રેલ મંત્રાલયે તેના માટે પરવાનગી આપી દીધી છે.રેલ રેસ્ટ્રો જાન્યુઆરી 2021ના અંતિમ સપ્તાહથી કામ શરૂ કરવા4 માટે તૈયાર છે.જે માટે કંપનીએ કડક દિશાનિર્દેશ આપ્યા છે.જેમાં સંચાલન દરમ્યાન કેટલીવાર રેસ્ટોરાના કર્મચારીઓ અને ડિલીવરી કર્મચારીઓેની થર્મલ સ્કેનીંગ,નિયમીત રીતે રસોઈઘરની સફાઈ,રેસ્ટોરાના કર્મચારીઓ અને ડિલીવરી કર્મચારીઓે દ્વારા સુરક્ષાત્મક ફેસ માસ્ક અથવા ફેસશીલ્ડનો ઉપયોગ સામેલ છે.
રેલ્વેએ જારી કર્યા દિશાનિર્દેશ
ડિલીવરી સ્ટાફ માટે દિશાનિર્દેશ પણ સારી રીતે નિર્ધારીત કરાયા છે અને તેનું પાલન કરવાશે. જેમાં હાથ ધોયા બાદ જ ઓર્ડર લેવા,ડિલીવરી કર્મચારીઓે દ્વારા આરોગ્ય સેતુ એપ અનિવાર્ય ઉપયોગ,ઝીરો હ્યૂમન કૉન્ટેકટ સુનિશ્ચિત કરવા માટે કૉન્ટેકલેસ ડિલીવરી, પ્રોટેકટિવ ફેસ માસ્ક અથવા કવર સતત ઉપયોગ અને ડિલીવરી બાદ ડિલીવરી બેગનું સેનિટાઈઝેશન સામેલ છે.જોકે,રેલ્વેની સાધારણ કેંટીગ સેવાનો લાભ ત્યારેજ મળશે જયારે ટ્રેનો પહેલા જેમ દોડવા લાગશે.

