કોરોના વાયરસનાં વધતા ખતરાને જોતા વેક્સિન બનાવવામાં દુનિયાભરનાં વૈજ્ઞાનિકો લાગ્યા છે.હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં પ્રમુખે જણાવ્યું છે 7થી 8 કેન્ડિડેટ્સ એવા છે જે કોરોના વાયરસની વેક્સિન બનાવવામાં સૌથી આગળ છે.તેમણે એ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રિય સહયોગથી તેમના કામમાં ગતિ આવી છે.જો કે તેમણે તેમના નામનો ખુલાસો નથી કર્યો.
ધાર્યા કરતા જલદી આવશે વેક્સિન!
WHO ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે યૂએન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલની વિડીયો બ્રીફિંગમાં કહ્યું કે બે મહિના પહેલા અમારું માનવું એવું હતુ કે આની દવા બનાવવામાં 12થી 18 મહિનાનો સમય લાગી શકે છે, પરંતુ હવે ઝડપથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેમાં એક અઠવાડિયા પહેલા 40 દેશો, સંગઠનો અને બેંકો દ્વારા સંશોધન, ઉપચાર અને પરીક્ષણ માટે 7.4 બિલિયન યૂરો ( 8 બિલિયન ડૉલર)ની મદદ કરવામાં આવી છે.
વેક્સિન બનાવવાની નજીક 7થી 8 કેન્ડિડેટ્સ
તેમણે કહ્યું કે, વિક્સિનની શોધ માટે 8 બિલિયન ડૉલરની રાશિ પર્યાપ્ત નહીં થાય. વેક્સિનનાં વિકાસને ગતિ આપવા માટે અતિરિક્ત ધનરાશિની આવશ્યકતા રહેશે.આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર રહેશે કે એ વેક્સિન તમામ સુધી પહોંચે અને કોઈ પાછળ ના છૂટી જાય.તેમણે કહ્યું કે,અમારી પાસે વેક્સિન બનાવવા માટે સારા કેન્ડિડેટ છે,જેમાંથી 7થી 8 કેન્ડિડેટ સૌથી આગળ છે,પરંતુ વેક્સિન બનાવવા આ ઉપરાંત 100થી વધારે કેન્ડિડેટ કામ કરી રહ્યા છે.
સારી ક્ષમતાવાળા કેન્ડિડેટ્સ પર અપાઈ રહ્યું છે ધ્યાન
તેમણે એ પણ કહ્યું કે,અમે એમના પર ધ્યાન કેન્દ્રિય કરી રહ્યા છીએ જે અમારી પાસે સૌથી સારું રિઝલ્ટ લાવી શકે છે અને સારી ક્ષમતાવાળા એ કેન્ડિડેટ્સને તમામ સહાયતા ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.WHO ચીફે કહ્યું કે,અમારું સંગઠન દુનિયાભરમાં હજારો રિસર્ચર્સની સાથે કામ કરી રહ્યું છે જેથી પશુ મૉડલ વિકસિત કરવાથી લઇને નિદાનનું ટેસ્ટિંગ ડિઝાઇન કરીને વેક્સિનનાં વિકાસમાં ઝડપ લાવવામાં આવે.આમાં 400 વૈજ્ઞાનિકોનું એક સંગઠન પણ સામેલ છે.


