– ખરીફ માર્કેટિંગ સીઝન 2022-23 અંતર્ગત ડાંગર,મકાઇ અને બાજરીની ખરીદી કરાશે
– લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવાની રહેશે
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ડાંગર,મકાઇ અને બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવનાર છે.પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન 2022-23 અંતર્ગત ડાંગર,મકાઇ અને બાજરીની ખરીદી આગામી તા 17 ઓક્ટોમ્બર થી 31 ડિસેમ્બર, 2022 દરમિયાન આ ખરીદી કરવામાં આવશે. જે અંતર્ગત ડાંગર માટે 98, મકાઇ માટે 67 અને બાજરી માટે 89 જેટલા ગુ.રા ના પુ.નિ.લી.ના ખરીદ કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે.
ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂ.2040 /- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે 2000 પ્રતિ ક્વિન્ટલ,મકાઇ માટે રૂા.1962 /- પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂા.2350 /- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે.લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE દ્રારા તા.01/10/2022 થી શરૂ થશે.જે તા. 31/10/2022 સુધી ચાલુ રહેશે.જે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને સરકાર દ્વારા જાણ કરવામાં આવી છે.નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ,અદ્યતન 7-12, 8-અ ની નકલ. નમુના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો,ખેડુતના બેન્ક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ (IFSC કોડ સહિતનો) સાથે લાવવાના રહેશે.ખેડૂતોને તેમનો જથ્થો સાફસૂફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે.જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય.
ઉલ્લેખનીય છે કે રજીસ્ટ્રેશન બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 85111 71718 તથા 85111 71719 ઉપર સંપર્ક કરવાનો રહેશે.રજીસ્ટ્રેશન તેમજ ખરીદકેન્દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ કેતે ભોગવવાનો રહેતો નથી.