– જુનિયર કલાર્ક લાંચ આપવા ન માંગતો હોવાથી એસીબીનો સંપર્ક કર્યો
– એસીબી દ્વારા લાંચિયા ઓડિટરને છટકું ગોઠવી રંગેહાથ ઝડપી પડાયો
છેલ્લા કેટલાક સમયથી લાંચ કચેરીઓ તેમજ શાળામાં કોઈના કોઈ કામ માટે લાંચ માંગી હોવાની ઘટનાઓ સામે આવતી જોવા મળે છે.ત્યારે ખેડા જિલ્લામાં આવેલા દાણા ગામે આવેલી શાળામાં જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા ફરિયાદી પાસે સીનિયર કલાર્ક કમ જુનિયર ઓડીટર લાંચ લેતા ઝડપાયો છે.ખેડા જીલ્લામાં આવેલા કપડવંજમાં દાણા ગામ આવેલું છે. જેમાં સરદાર પટેલ વિદ્યાલય હાઈસ્કુલ આવેલી છે.જેમાં ફરિયાદી જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવે છે.તે સ્કુલમાં ધોરણ-9 અને 10ના કુલ 2 વર્ગો આવેલા છે.જેમાં અનુદાનિત બિનસરકારી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક તથા ઉત્તર બુનિયાદી શાળાઓના 201-20ના વર્ષના ખાતાકીય હિસાબી ઓડીટ માટે કમિશ્નર શાળાઓની કચેરી,ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી તપાસણી કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો.જે અનુસંધાને ઉપરોક્ત કચેરીએથી આવતા ઓડિટ અધિકારી ગટોરભાઈ ભીખાભાઈ બારૈયા કે જેઓ કમિશ્નર શાળાઓની કચેરીમાં ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. તેમના દ્વારા એક વર્ગ દીઠ રૂ.500/ પેટે લાંત માંગી હતી.
અધિકારી દ્વારા ઓડીટ કરવા માટે અને ઓડીટમાં વાંધો નહિ કાઢવા માટે એક વર્ગ દીઠ રૂ.500/- લેખે બે વર્ગના કુલ 1000/- રૂપિયા વહેવાર પેટે લાંચની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.પરંતુ લાંચ આપવી ફરિયાદીને યોગ્ય ન લાગતા તે લાંચ આપવા માંગતો નહોતો. જેથી તેણે એસીબીનો સંપર્ક કરી સમગ્ર ઘટના અંગે જાણ કરી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ફરિયાદી દ્વારા નોંધાયેલ ફરિયાદને આધારે એસીબીની ટીમ દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં ફરિયાદી દ્વ્રારા લાંચિયા જુનિયર ઓડિટરને ફોન કરીને લાંચની રકમ સ્વીકારવા માટે ડાકોરની ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલના પ્રાર્થના ખંડમાં બોલાવવામાં આવ્યો હતો.ફરિયાદીએ ઓડિટર સાથે વાત કરી લાંચ લેવા આવવાનું કહેતા એસીબીની ટીમ છટકાના સ્થળે પહોંચી વોચમાં ગોઠવાઈ ગઈ હતી.જ્યાં નક્કી કરાયેલા સમયે ઓડિટર પહોંચી ગયો હતો. ત્યારબાદ ફરિયાદી સાથે લાંચને લઈને વાત કરી રૂ.1000 લાંચ સ્વીકારી હતી. ઓડિટરે જેવી લાંચ સ્વીકારી તે જ સમયે એસીબીની ટીમે ઓડીટરને રંગે હાથ લેતા ઝડપી પાડ્યો હતો.
પોલાસી દ્વારા ઓડિટર ગટોરભાઈ ભીખાભાઈ બારૈયા(રહે. 488/2,સેક્ટર:3(સી),ગાંધીનગર મૂળ રહે,ગામ-રોજાસર,તા. લીમડી, જી.સુરેન્દ્રનગર)ને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.ત્યારબાદ તેની પાસેથી લાંચ પેઠે લીધેલી રકમ રિકવર કરી તેના વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે.