નવી દિલ્હી : કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર આઝાદીના અમૃત મહોત્સવ નીચે ‘કીસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી’ તે અભિયાન શરૂ કરતા દેશભરના વિવિધ ભાગોના ખેડૂતો સાથે વાતચીત કરી હતી તેમણે કહ્યું કે તેમની સરકાર નીચે ખેડૂતોની આવક બમણી નહીં પરંતુ ૧૦ ગણી વધી છે તે માટે પ્રગતિશીલ ખેડૂતોનો બહુ મોટો ફાળો છે.તે ખેડૂતોએ ગામડે ગામડે જઈ અન્ય ખેડૂતોને જાગૃત કરવા જોઈએ.તોમરે ‘કીસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી’ કાર્યક્રમ નીચે પાક વીમા પાઠશાળાને સંબોધતા કહ્યું હતું કે, ‘નવીનતમ ટેકનિક અને સરકારની કૃષિ સંબંધી યોજનાઓ સાથે સંકળાયેલા ખેડૂતો ખરેખર સમૃદ્ધ બની ગયા છે છેલ્લા પાંચ છ વર્ષમાં તેવા ખેડૂતોની આવક બમણી નહી પરંતુ ૧૦ ગણી વધી છે.ખેડૂતોએ કૃષિ રાજદૂત બની ગામડે ગામડે પહોંચી જાય તો ખેતીની અર્થ વ્યવસ્થા મજબૂત બની જશે.’
કેન્દ્રીય કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય કરતા પણ વધુ ભાવ મળી રહ્યા છે ઘઉં અને સરસવના પણ વધુ ભાવ મળી રહ્યા છે. આથી ખેડૂતો ખુશ છે.’સરકારે ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ આધારભૂત સંરચનાઓ (એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર) માટે ૧ લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે તેથી અનાજ રાખવા માટે પણ વધુ સુવિધા મળી રહી છે.અન્ય સુવિધાઓ પણ વધી છે તેનો વિકાસ થઈ રહ્યો છે આ બાબતમાં બેન્કોનું યોગદાન પણ પ્રશંસનીય રહ્યું છે.નરેન્દ્રસિંહ તોમરે પ્રાકૃતિક ખેતી મિશન મોડ લાગુ કરવા ઉપર વજન મૂક્યું છે સાથે પ્રાકૃતિક ખાતર ઉપર વધુ આધાર રાખવાની ભલામણ કરતા તોમરે કહ્યું હતું કે, રાસાયણિક ખાતર માટે આપણે બીજા દેશો ઉપર આધાર રાખવો પડે તેમ છે.તેઓ તે ખાતર આપવાની ના કહે તો મુશ્કેલી ઉભી થાય તેમ છે.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, સમય એક એવો પણ હતો કે દેશમાં ખાદ્યાન્નનો અભાવ હતો પરંતુ નવી ટેકનિકોના લીધે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શરૂ થયેલી હરિત ક્રાંતિને લીધે દેશમાં જરૂર કરતા અનાજ વધુ ઉત્પન્ન થાય છે અને બાગાયતના પણ વિક્રમસર્જક ઉત્પાદન થાય છે.આથી ૪ લાખ કરોડથી પણ વધુ રકમની અને ખેત પેદાશોની નિકાસ થઈ શકી છે.ખેતી સાથે પશુપાલનને પણ જોડવામાં આવ્યું છે.ખેડૂતોને શાહુકારોથી છૂટકારો આપવા માટે છેલ્લા સાત વર્ષથી દેશમાં ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે.તે સાથે પણ પશુપાલન જોડવામાં આવ્યું છે તે યોજના નીચે ૧૫ લાખ કરોડ રૂપિયાના ધિરાણો માત્ર ૪%ના વ્યાજે જ કરવામાં આવ્યા છે.