ભારતની પહેલી ખેડૂત ટ્રેનની શરૂઆત 7 ઓગસ્ટના રોજ થવા જઈ રહી છે.આ ટ્રેન મહારાષ્ટ્રના દેવલાલી (નાસિક)થી બિહારમાં આવેલા દાનાપુર વચ્ચે ચાલશે.જે 7 તારીખે દેવલાલીથી રવાના થશે અને દાનાપુરથી બીજા દિવસે પાછી ફરશે.ટ્રેન સવારે 11 વાગ્યે દેવલાલીથી ઉપડશે અને દોઢ દિવસે સાંજે દાનાપુર પહોંચશે.
ખેડૂત ટ્રેનમાં દેવલાલીથી તાજી શાકભાજી,ફળ,ફુલ અને માછલી અને દાનાપુરથી પાન,બદામ,તાજી શાકભાજી અને માછલીનું પરિવહન કરવામાં આવશે. ટ્રેન વચ્ચે આવતા તમામ મોટા સ્ટેશનો જેવા કે નાસિક રોડ,મનમડ,જલગાંવ,બુરહાનપુર,ખંડવા,જબલપુર,સટના,પ્રયાગરાજ,બક્સર વગેરે જગ્યાઓએ ઊભી રહેશે.
કોરોનાની મહામારીના લીધે પોતાનો માલ ખેડૂતો બજારમાં વેચી શકતા ન હોવાના કારણે ખેડૂત ટ્રેન શરૂ કરવામાં આવી છે.આ ટ્રેન ભારતીય રેલવે અને કૃષિ મંત્રાલય દ્વારા સાથે મળીને શરૂ કરાઈ છે.આ ટ્રેનમાં ખેડૂતો પોતાની ઈચ્છા પ્રમાણે માલ-સામાન મોકલી શકે છે. કારણ કે તેનું ભાડુ પણ ખેડૂતોને પોસાય એમ સસ્તુ રાખવામાં આવ્યું છે.