સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ગંગાધરા ગામની સીમમાંથી પસાર થતાં હાઇવેની બાજુમાં આવેલ નાળામાંથી બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આ અંગે ઘટના સ્થળેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં ગંગાધરા ગામની સીમમાં હાઇવેની બાજુમાં આવેલ નાળામાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો.આ મૃતદેહ ડી-કમ્પોઝ અને ક્ષત વિક્ષિત હાલતમાં હોય અને તેમાંથી અંત્યંત દુર્ગંધ આવી રહી હતી.ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.


