જર્મની પોલીસે વિશ્વના સૌથી મોટા ચાઇલ્ડ પોર્નોગ્રાફી પ્લેટફોર્મનો ભાંડો ફોડી નાંખી જાહેર પર્દાફાશ કર્યો છે.પોલીસે એક સાથે દરોડાની કાર્યવાહી કરતાં સૌથી મોટા ડાર્કનેટ ચાઇલ્ડ પોર્નોગ્રાફી પ્લેટફોર્મને સીલ કરી દીધું છે.આ સાથે જ ત્રણ લોકોની ધરપકડ પણ કરી હતી.તે જ સમયે,પેરાગ્વેમાં અન્ય એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે.
2019 થી બ્યોજ ટાઉન નામથી આ પ્લેટફોર્મ ચાલતું હતું
પોલીસે જણાવ્યું કે, 2019 થી બ્યોજ ટાઉન નામથી આ પ્લેટફોર્મ ચાલતું હતું. આ નેટવર્ક સાથે લગભગ ચાર લાખ જેટલા સભ્યો સંકળાયેલા છે.એપ્રિલ મહિનામાં આ પ્લેટફોર્મ વિશેની માહિતી મળી હતી.જે પછીથી એક ગુપ્ત વ્યૂહરચના ગોઠવીને આ પ્લેટફોર્મ વિશેની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી અને ત્યારબાદ એક સાથે ઘણા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
ગંદા ગ્રાફિક ઇમેજ અને વિડિઓ સામગ્રી ઉપલબ્ધ કરાવાતું હતું
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ નેટવર્ક સાથે સંકળાયેલા સભ્યો અન્ય લોકો સાથે ગંદા ગ્રાફિક ઇમેજ અને વિડિઓ સામગ્રી ઉપલબ્ધ કરાવાતું હતું.પકડાયેલા આરોપી ટેકનોલોજી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ગંદા વીડિયો મોકલતો હતો. આની બાળકો પર ખરાબ અસર પડી રહી હતી. આ નેટવર્કનો ફેલાવો વિશ્વના ઘણા દેશો સાથે જોડાયેલો છે.
માસ્ટરમાઈન્ડની ધરપકડ ટૂંક સમયમાં કરી લેવામાં આવશે
જો કે હાલમાં પોલીસ નેટવર્કના માસ્ટર માઇન્ડની તપાસ કરી રહી છે.પોલીસનો દાવો છે કે માસ્ટરમાઈન્ડની ધરપકડ ટૂંક સમયમાં કરી લેવામાં આવશે.પોલીસનું કહેવું છે કે હજી ઘણા મહત્વના ઘટસ્ફોટ થવાના બાકી છે.જણાવી દઈએ કે દુનિયામાં ચાઇલ્ડ પોર્નસાઈટ્સ પર પ્રતિબંધ છે. તેમ છતાં કેટલાક આવા સંગઠનો આવા ધંધા સાથે જોડાયેલા છે.પોલિસ આવા સક્રિય સંગઠનો અને તેના માસ્ટર માઈન્ડને શોધી રહી છે.