નવી દિલ્હી,તા.29 સપ્ટેમ્બર : જેએનયુ સ્ટુડન્ટ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા બાદથી ભાજપ આ મુદ્દે કોંગ્રેસ અને કન્હૈયા કુમાર પર શાબ્દિક હુમલા કરી રહી છે.
ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયે તો આ બાબતની ટીકા કરવામાં શબ્દોની તમામ સીમાઓ વટાવી દીધી છે.તેમને કન્હૈયા કુમારના કોંગ્રેસમાં સામેલ થવા પર સવાલ પુછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યુ હતુ કે, કોઈ ગટરમાંથી નિકળીને નાળામાં પડવા માંગતુ હોય તો તેના માટે માત્ર સહાનુભૂતિ જ હોઈ શકે.બીજી તરફ ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યુ હતુ કે, ભારત વિરોધી વિચારધારા ધરાવતા લોકો કોંગ્રેસની પહેલી પસંદગી છે તે બહુ સ્પષ્ટ થઈ ગયુ છે.કોંગ્રેસની પોતાની વિચારધારા પણ ભાગલાવાદી છે.જેથી તે કન્હૈયા કુમાર જેવા નેતાઓનુ સ્વાગત કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કન્હૈયા કુમારે પોતે પણ કોંગ્રેસમાં જોડાતી વખતે કહ્યુ હતુ કે, જો કોંગ્રેસ નહીં બચે તો દેશ પણ નહીં બચે અને એટલા માટે જ લોકશાહીને મજબૂત કરવા માટે હું કોંગ્રેસમાં સામેલ થયો છે.દેશમાં વૈચારિક સંઘર્ષને માત્ર કોંગ્રેસ જ નેતૃત્વ પુરૂ પાડી શકે તેમ છે.


