નવસારી : ગણદેવી તાલુકાનાં ધોલાઈ બંદરેથી વિદેશી દારૂની નાની મોટી વ્હીસ્કીની બોટલ નંગ.૫૭૬ કિ.રૂ.૭૧,૫૨0 અને ફોન સહિત કુલ રૂ.રૂ-૧,૭૦,૫૨૦ના મુદ્દામાલ સાથે બે ખેપિયાની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે બે ને વોન્ટેડ જાહેર કરાયા હતા.
ગણદેવી તાલુકાની ધોલાઈ પોલીસને દરિયાઈ માર્ગે કેટલાક ઈસમો કોટીયામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇને મરીન તરફ આવનાર હોવાની બાતમી મળી હતી.પોલીસ ખાનગી બોટ લઈ તપાસમાં હતી તે દરમ્યાન કોટીયું મળી આવતા અક્ષયભાઇ અમ્રતભાઇ ટંડેલ, ઉ.વ.૩૦, ભાવેશભાઇ રામજીભાઇ ટંડેલ ઉવ.૨૭ બંને રહે.ધોલાઇ હનુમાન ફળિયા તા.ગણદેવી જી.નવસારીની ધરપકડ કરાઈ હતી.જ્યારે તેમના સાગરીત કિરણભાઇ જયંતીભાઇ ટંડેલ રહે- ધોલાઇ હનુમાન ફળિયા તા.ગણદેવી જી.નવસારી, ધર્મેશભાઇ રામજીભાઇ ટંડેલ રહે- ધોલાઇ હનુમાન ફળિયા જુની જેટી પાસે તા.ગણદેવી જી.નવસારી ને વોન્ટેડ જાહેર કરાયા હતા. ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ટીન બીયરનો તથા નાની મોટી વ્હીસ્કીની કુલ બોટલ નંગ.૫૭૬ જેની કિ.રૂ.૭૧,૫૨૦/- તથા એક નાની બોટ (કોટીયુ) જેની કિ.રૂ.આ.૮૫,૦૦૦/- તથા એક મોબાઈલ કિ.રૂ-૧૪,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ-૧,૭૦,૫૨૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી તેમજ બીજા બે સહ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓ તમામ વિરૂધ્ધમાં સાથેના પો.કો પ્રવિણભાઇ લક્ષ્મણભાઇ ફરીયાદ આપતા ધોલાઇ મરીન વધુ તપાસ કરી રહી છે.


