ગણદેવી : ગણદેવી નગરપાલિકાની સામાન્ય સભા 13મી જાન્યુઆરી બુધવારે સાંજે 3 નગરપાલિકાના સભાખંડમાં રાખવામાં આવી હોવાનું નગરપાલિકા પ્રમુખ રમણભાઇ પટેલ અને ચીફ ઓફિસર નીલકંઠ પી અણઘણે જણાવ્યું છે.આ બોર્ડની આ છેલ્લી લગભગ સભા હોય તેનું વિશેષ મહત્વ ધરાવે છે. 31મી માર્ચ 2021એ આ બોર્ડની મુદત પૂરી થાય છે.તે પૂર્વે ફેબ્રુઆરી માસના બીજા-ત્રીજા અઠવાડિયાની અંદર ગણદેવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આવી પડે તો નવાઈ નહીં એવી ચૂંટણી હોહા વચ્ચે આ બોર્ડ બોલાવાઈ રહી હોય એનું વિશેષ મહત્વ વર્તાઈ રહ્યું છે.