By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગરીબ આદિવાસીઓના હિતોને અન્યાય થતા હવે ગોરધન આણિ મંડળીને ઘેરવા ભીલીસ્તાન ટાઈગર સેના આંદોલનના માર્ગે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > ગરીબ આદિવાસીઓના હિતોને અન્યાય થતા હવે ગોરધન આણિ મંડળીને ઘેરવા ભીલીસ્તાન ટાઈગર સેના આંદોલનના માર્ગે
Breaking NewsSurat

ગરીબ આદિવાસીઓના હિતોને અન્યાય થતા હવે ગોરધન આણિ મંડળીને ઘેરવા ભીલીસ્તાન ટાઈગર સેના આંદોલનના માર્ગે

HM News
Last updated: 27/02/2020 7:05 PM
HM News
6 years ago
Share
SHARE
  • નવસારી પુરવઠા વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ સમગ્ર મામલાને રફેદફે કરવાના ચક્કરમાં હોય ગોરધન મારવાડીના અનાજ કૌભાંડમાં આંદોલનના ભણકારા 
  • ભીલીસ્તાન ટાઈગર સેના હવે પુરવઠા વિભાગ વતી કાર્યવાહી કરશે!
  • સમગ્ર દક્ષિણ ગુજરાત પંથકમાં કાળાબજારીઓના આતંકને પગલે આદિવાસીઓના હિતાર્થે લેખિત ફરિયાદ અને તમામ કાળાબજારીઓને પ્રોત્સાહન આપતું નવસારી પુરવઠા વિભાગ પણ ફિક્સમાં મુકાશે!

સુરત-વાંસદા
વાંસદા ચાંપલધરાના કુખ્યાત કાળાબજારી ગોરધન મારવાડીના રેશનિંગ અનાજ ઓહિયાં કરવામાં હપ્તાબાજીના બોજ તળે દબાયેલાં નવસારી પુરવઠા વિભાગ ભલે શંકાસ્પદ કામગીરી કરી ડકાર પણ લઇ નથી રહ્યું પરંતુ હવે આ મામલે ભીલીસ્તાન ટાઈગરસેના મેદાને ઉતરતાં તમામ કાળાબજારીઓનો ખેલ પુરો થવાના આરે આવી ચૂક્યો છે. નવસારી પુરવઠા વિભાગ ગોરધન મારવાડી વિરુદ્ધ તપાસ અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં ઇરાદાપૂર્વક નિષ્ફળ જતાં હવે મામલો રાજ્યકક્ષાએ પહોંચ્યો છે. ગુજરાત પુરવઠા નિગમ અને અન્ન પુરવઠાલય રાજ્યકક્ષાના અધિકારીઓ સુધી રાવ પહોંચતા આદિવાસીઓના રેશનિંગ અનાજ કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે.
આ અંગે આધારભૂત સૂત્રો તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર ગોરધન મારવાડીના વર્ષે લાખો રૂપિયાના રેશનિંગ અનાજ કૌભાંડમાં તપાસના બદલે સંવર્ધન પુરું પાડી રહેલા નવસારી પુરવઠા વિભાગની શંકાસ્પદ કામગીરીને લઇને આદિવાસીઓના હિતાર્થે લડાઈ લડતી ભીલીસ્તાન ટાઈગર સેનાએ પણ મેદાનમાં ઝંપલાવ્યું છે. છ મહિના અગાઉ ભીલીસ્તાન ટાઈગર સેનાએ ગોરધન મારવાડીનો અનાજ ભરેલો ટેમ્પો પકડી વાંસદા પોલીસ મથકે જમા કરાવ્યો હતો પરંતુ ગોરધન મારવાડીએ જે તે સમયે પુરવઠા અધિકારી અને પોલીસને વહિવટ ચૂકવી છૂટકારો મેળવ્યો હતો પરંતુ હવે આખા અનાજ કૌભાંડમાં નવસેરથી તપાસના આદેશ રાજ્યકક્ષાના અન્ન પુરવઠા મંત્રાલય તરફથી જાહેર કરવાના નિર્દેશ મળતા પુરવઠા વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ કે જેઓ ગોરધન મારવાડી સહિતના કાળાબજારીઓના ખોળે બેસી હપ્તાબાજીનું નેટવર્ક ચલાવી રહ્યાં છે તે દિશામાં પણ તપાસ થવાના ભણકારા વાગી રહ્યાં છે. ગોરધન મારવાડીએ અનાજ કૌભાંડમાં જે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી વાંસદા પંથકમાં સંપત્તિઓ વસાવી છે તેમજ સમગ્ર નેટવર્કમાં સામેલ ગોરધન મારવાડીના પુત્ર વિજય મારવાડી, ભત્રીજા આશિષ મારવાડી સહિતના તમામ વ્યÂક્તઓ કે જે રેશનિંગ અનાજની દુકાનો ચલાવે છે તેવા તમામ ફરતે કાર્યવાહી કરવાના આદેશ અપાઈ તેવી સંપૂર્ણ શક્યતા છે. આ ઉપરાંત કૌભાંડના અન્ય સૂત્રધાર કે જેમા નવસારી પુરવઠા વિભાગે ગોરધન વિરુદ્ધ તપાસ સોંપાઈ હતી જેમાં નાણાકીય વહીવટ આચરી ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરનારા તેમજ શંકાસ્પદ કામગીરી કરી રહેલા વાંસદાના ભ્રષ્ટ નાયબ મામલતદાર ડી. જે. ઢીમ્મર, પુરવઠાના સપ્લીમેન્ટ ઇન્સ્પેક્ટર વિજય શાને અને તપાસના નામે નીલ રિપોર્ટનું ગોરધન તરફે આયોજન કરનારા ખેરગામ નાયબ મામલતદાર મનિષ પટેલ કે જેઓને આજદિન સુધી ગોરધન મારવાડી કે જે સતર્કતા દાખવી રાત્રિના અંધારામાં વાહનો મારફતે અનાજ કૌભાંડ ચલાવી રહ્યો છે તેના વિરુદ્ધ એકપણ પુરાવો ન મળતા સમગ્ર તપાસમાં ભ્રષ્ટાચાર થયો હોવા તરફ ઇશારો કરી રહી છે. પરંતુ આ મામલે હવે નવસારી ભીલીસ્તાન ટાઈગર સેનાના જિલ્લા પ્રમુખ પંકજ પટેલે ગોરધનના કાળાબજારીના નેટવર્કને ડામવા આંદોલનના સંકેત આપતા ગોરધન મારવાડી રેશનિંગ અનાજ કૌભાંડની ગુંજ આવનારા દિવસોમાં રાજ્યકક્ષાએ પહોંચે તેવી શક્યતા છે. સમગ્ર પંથકમાં ગોરધન મારવાડી સહિત ખાનગી અનાજની દુકાનો, વિજલપોર અને વાંસદાના ગોડાઉન મેનેજરો તથા માલ પરિવહન કરતા કોન્ટ્રાક્ટર ગ્લોબલ ટ્રેડિંગ વિરુદ્ધ પણ શંકા હોય આ તમામ પાસાઓ ઉપર રાજ્ય પુરવઠા નિગમને અન્ન પુરવઠા વિભાગ રાજ્યકક્ષા દ્વારા તપાસના આદેશ સોંપાય તેમ છે. ટૂંકમાં ગોરધન મારવાડીના નેટવર્કમાં સામેલ તમામ જીપીએસ ટ્રેકીંગ સિસ્ટમવાળા વાહનો, મોબાઈલ નંબરો, ગોડાઉન મેનેજરોની કોલ ડીટેઈલ અને સપ્લાય હેઠળનો ઘઉ સહિતના અનાજનો જથ્થો કે જે રજીસ્ટરમાં દર્શાવાય છે તેના આવક જાવકના હિસાબો પણ ચકાસવામાં આવે તેવી શક્યતા છે. ગોરધન મારવાડી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના કડોદરા, પલસાણા, વાંસદાના વનારસી, મહુવાના કરચેલીયા કે જે કાળાબજારીઓ માટે સ્વર્ગ સમાન છે તે વિસ્તારના લાગતા ગોડાઉનો, ખાનગી દુકાનો અને દક્ષિણ ગુજરાતની આંટા મિલો પણ તપાસમાં આવરી લેવાય એવી શક્યતા છે. ગોરધન મારવાડી ઉપરાંત ચીખલી પંથકમાં ઠાકોર, કરચેલીયામાં માંગીલાલ, લાખાવાડીમાં નારણ મારવાડી, નરેન્દ્ર તથા અન્ય કાળાબજારીઓ વિક્કી મારવાડી, કિરણ મારવાડી વિરુદ્ધ પણ તપાસ કરવામાં આવે તેવી સ્થાનિક આદિવાસી સમાજમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે. ગોરધન પટેલ ઉર્ફે મારવાડી હાલમાં વાંસદા જિલ્લા રેશનિંગ અનાજ કંટ્રોલ દુકાનોના એસોસિએશન પ્રમુખ પદે બેસી આખા રેશનિંગ અનાજ કૌભાંડનું સંચાલન કરી રહ્યો છે જે બાબતે નવસારી પુરવઠા વિભાગ કંઇ જ ન ઉકાળી શકતા હવે ભીલીસ્તાન ટાઈગરસેના આવનારા દિવસોમાં જનતા રેડ અને તમામ સ્તરે લેખિત ફરિયાદ કરશે તેવું નવસારી જિલ્લાના પ્રમુખ પંકજ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. બીજી તરફ આ બાબતે હિન્દુસ્તાન મિરર દ્વારા સચોટ અહેવાલ પ્રસ્તુત કરાયા બાદ પણ ગોરધન મારવાડી કાયદાને ગજવે ઘાલી બેરોકટોકપણે રેશનિંગ અનાજનો જથ્થો સગેવગે કરી રહ્યો છે જે બાબત દર્શાવે છે કે સમગ્ર કૌભાંડમાં નવસારી પુરવઠાના ભ્રષ્ટ અધિકારીઓના હાથ ખરડાયેલા છે. રેશનિંગ અનાજ કૌભાંડમાં ગેટપાસ, વાંસદાના ગોડાઉનના ચલણો, વાહનોના જીપીએસ ટ્રેકીંગ અને વિજલપોરના રાજ્ય પુરવઠા નિગમના ગોડાઉનો રજીસ્ટર અને છેલ્લા છ મહિનાના આવા તમામ રેકોર્ડ ચકાસાઈ તો ગોરધન મારવાડી વિરુદ્ધ ખુટે નહિ એટલા પુરવઠા મળી શકે તેમ છે, ત્યારે હવે આ પ્રકરણમાં રાજ્ય અન્ન પુરવઠા મંત્રી જયેશ રાદડીયા, રાજ્ય પુરવઠા નિગમને તપાસના આદેશ ગમે તે ઘડીએ આપી શકે તેવી શક્યતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ ગોરધન મારવાડીના રેશનિંગ અનાજ કૌભાંડમાં રાજ્ય પુરવઠા નિગમ તપાસનું તરકટ રચનારા નવસારી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ગોરધન મારવાડી સાથે ફિક્સમાં મુકાય તેવી ચર્ચાઓ પણ સ્થાનિક સ્તરે ચર્ચાય રહી છે. ગોરધન મારવાડી સહિતના તમામ કાળાબજારીઓ વિરુદ્ધ રાજ્ય પુરવઠા વિભાગ પોલીસ તપાસ પણ સોંપી શકે તેવી શક્યતા હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું. જા આમ થશે તો ગોરધન આણિ મંડળી અને પુરવઠાના ભ્રષ્ટ અધિકારીઓનો પણ ભોગ લઇ લેશે. હાલ તો ભીલીસ્તાન ટાઈગર સેના મેદાનમાં ઉતરતા આવનારા દિવસોમાં અન્ય રાજકીય પાર્ટીઓ પણ ગોરધન મારવાડીના બોગસ રેશનિંગ અનાજ કૌભાંડમાં સ્થાનિક વર્તમાન શાસકોને ઘેરે તેવી શક્યતા પણ જાવાતા રાજકારણ ગરમાય તેવી શક્યતા હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું. વધુમાં ગોરધન મારવાડીના પુત્ર વિજય મારવાડી સવાર, સાંજ અને બપોર હાલમાં પણ જીજે૧૯ એક્સ ૫૮૦૧ આઈસર ટેમ્પા મારફતે દૈનિક ૭૫૦ ઘઉંના કટ્ટા સગેવગે કરી રહ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

  • રાજ્ય અન્ન પુરવઠા વિભાગના ડિરેક્ટરને તપાસ સોંપાશે
    આ અંગે અન્ન પુરવઠા વિભાગના આધારભૂત સૂત્રો તરફથી પ્રાપ્ત માહિતી મુજબ ગોરધન મારવાડીના રેશનિંગ અનાજ કૌભાંડમાં રાજ્ય પુરવઠા નિગમ અને સેક્રેટરી કક્ષાના અધિકારીને જરૂરી સૂચનો અને તપાસના આદેશ આપવામાં આવશે. જેના આધારે ગોરધન મારવાડીના અનાજ કૌભાંડમાં જરૂરી કડક કાર્યવાહી વિભાગ તરફથી હાથ ધરાશ શકે તેવી શક્યતા છે. આ ઉપરાંત પુરાવાને આધિન તપાસમાં ફોજદારી નોંધવા પણ રાજ્ય પુરવઠા નિગમ આદેશ આપી શકે એવી શક્યતા હોવા અંગે પણ જાણવા મળે છે.
અમિત શાહના આ મોટા પગલાથી ચોંકી ગયા નેતાઓ : ગુજરાતને જલ્દી મળશે નવા અધ્યક્ષ
સુરત ઈન્કમટેક્ષમાં ફેસલેસ એસેસમેન્ટ સ્કેમ ! : શહેરના ત્રણ ટોચના સીએ બેકાબુ
CBI એ ફેસલેસ એસેસમેન્ટનો ગુપ્ત ડેટા લીક કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો : ઈન્કમટૅક્ષના ડેપ્યુટી કમિશનર,CA સહીત 9 વિરુદ્ધ નોંધાઈ FIR
સુરત હજીરા સ્થિત નફ્ફટ AMNS કંપનીને સરકારી જમીનમાં દબાણ કરવા મુદ્દે 18 કરોડનો દંડ ફટકારાયો !
HM XCLUSIVE : તાપી નદી કિનારે પુરાણ મામલે સુરત કલેક્ટર દ્વારા તપાસનો આદેશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ખાંડ ઉત્પાદનનો અંદાજ 2% વધારીને 2.65 કરોડ ટન કરાયો
Next Article હિંમતનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં ભડકો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ક્રિભકો દ્વારા યોનેક્સ સનરાઇઝ ગુજરાત રાજ્ય બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરાયું

2 years ago

HM SUPER EXCLUSIVE : ગુજરાતના સ્ટેટ GST કમિશનર ચંદ્રકાન્ત વળવીએ મહારાષ્ટ્રમાં પાડયો 620 એકર જમીનનો ખેલ : એક રાજનેતાના તાર પણ જોડાયા !

2 years ago

આભવા સ્થિત રામજીવાડી હોલનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાયું

2 years ago

સુરતના ડાયમંડ બુર્સ ખાતે અમુલ આઈસ લોન્જ અને અમુલ સુમુલ પાર્લર એન્ડ કાફેનું ઉદ્દઘાટન કરાયું

2 years ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up