ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ બાદ પીએમ નરેન્દ્ર મોદીના ભાષણને લઇ શિવસેના નેતા સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.રાઉતે બિહાર રેજીમેન્ટના વખાણ કરનાર પીએમ મોદીના નિવેદન પર ટિપ્પણી કરતાં કહ્યું કે જો એ જવાનોએ બહાદુરી દેખાડી તો બીજા રેજીમેન્ટના જવાન શું સરહદ પર તમાકુ મસળવા બેઠા હતા?
વડા પ્રધાન મોદીએ કહ્યું રે બિહાર રેજીમેન્ટ એ લદ્દાખની ગલવાન ઘાટીમાં બહાદુરી દેખાડી.તો શું મહારોં,મરાઠો,રાજપૂતો,સિખો,ગોરખાઓ,ડોગરા રેજીમેન્ટ સરહદ પર તમાકુ મળતા બેઠા હતા? મહારાષ્ટ્રના વીરપુત્ર સુનીલ કાલે પુલવામામાં શહીદ થયા હતા.પરંતુ બિહારમાં ચૂંટણી હોવાના લીધે જ સેનામાં ‘જાતિ’ અને ‘પ્રાંત’નું મહત્વ બતાવામાં આવી રહ્યું છે.આ પ્રકારની રાજનીતિ કોરોનાથી પણ બદતર છે!
‘દરેક રેજીમેન્ટ દેશના જ હોય છે’
સંપાદકીય લખ્યા બાદ મીડિયાને પ્રશ્ન કરતાં રાઉતે ફરી પીએમની આલોચના કરી.પીએમની તરફથી બિહાર રેજીમેન્ટના વખાણ કરવા પર કટાક્ષ કરતાં સંજય રાઉતે કહ્યું કે સેનાની કોઇપણ રેજીમેન્ટ બસ રેજીમેન્ટ હોય છે.દરેક રેજીમેન્ટ રેજીમેન્ટની પોતાની પરંપરા અને ગાથા છે.તમામ રેજીમેન્ટ દેશના જ હોય છે.કોઇ પ્રાંત, રાજ્ય કે કોઇ ધર્મની હોતી નથી.
ચૂંટણીના લીધે લેવામાં આવ્યું નામ: રાઉત
તેમણે કહ્યું કે રાજપૂતાના રેજીમેન્ટ,સિખ રેજીમેન્ટ છે,મહાર,બિહાર,ગોરખા અને ડોગરા રેજીમેન્ટ છે… આ પરંપરાના નાતે રેજીમેન્ટનું નામ હોય છે.માત્ર એક રેજીમેન્ટનું નામ લેવું આ રાષ્ટ્રી અખંડતા અને એકાત્મા માટે યોગ્ય નથી.તેમણે કહ્યું કે બિહાર ચૂંટણીના લીધે બિહાર રેજીમેન્ટનું નામ લેવાઇ રહ્યું છે.ગલવાન વેલીમાં આખા દેશની સેના છે.જે શહીદ થયા છે તે દેશના જવાન હોય છે રાષ્ટ્રનો આત્મા હોય છે.