જયપુર : રાજસ્થાનમાં રાજકીય ધમસાણ વચ્ચે સચિન પાયલટે કહ્યું કે અશોક ગહેલોતની તરફથી જે 102 ધારાસભ્યોના સાથે હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે કેમકે 25 ધારાસભ્યો મારી સાથે જ બેઠા છે
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની તરફથી સોમવાર બપોરથી જ અપીલ કરાઈ છે કે સચિન પાયલટને જયપુર બેઠકમાં આવવું જોઈએ, ફોન પર નેતાઓ સાથે વાત કરવી જોઈએ જેથી મતભેદોને દૂર કરી શકાય.
સચિન પાયલટની તરફથી સતત કહેવામાં આવી રહ્યું છે કે તેમની પાસે 30 ધારાસભ્યોનું સમર્થન છે. આ સાથે જયપુર બેઠકમાં 90થી વધારે ધારાસભ્યો પહોંચી ચૂક્યા છે પરંતુ કોંગ્રેસ 102 ધારાસભ્યો હોવાનો દાવો કરી રહી છે. કોંગ્રેસની તરફથી પહેલાં પણ વ્હીપ જાહેર કરાયું હતું અને તેમાં કહેવાયું હતું કે જે ધારાસભ્યો બેઠકમાં સામેલ નહીં થાય તેની પર એક્શન લેવાશે અને સાથે જ તેને પાર્ટીની બહાર કાઢી દેવામાં આવશે. આ સાથે જ સોમવારે જયપુર કોંગ્રેસ ઓફિસથી સચિન પાયલટના પોસ્ટર્સને હટાવી દેવાયા છે.