નવી દિલ્હી,તા.6 એપ્રિલ 2022,બુધવાર : મહાત્મા ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરનાર કાલીચરણ મહારાજનો રાયપુર જેલમાંથી છુટકારો થયો છે.ગઈકાલે રાત્રે તેઓ છત્તીસગઢથી ઈન્દોર પહોંચ્યા હતા અને હિન્દુ સંગઠનોના કાર્યકરો તેમના સ્વાગત માટે ગયા હતા. ઈન્દોર પહોંચીને કાલીચરણ મહારાજે કહ્યુ હતુ કે હું કાલી માતાનો ભક્ત છું અને રહીશ.મહાત્મા ગાંધી પર મેં જે શબ્દો કહ્યા હતા તેના પર મને કોઈ પસ્તાવો નથી. કળીયુગમાં સાચુ બોલવુ પણ સજા છે.
કાલીચરણ મહારાજે કહ્યુ હતુ કે, હું હિન્દુઓ માટે કામ કરતો હતો અને કરતો રહીશ.ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનામાં યોજાયેલી એક ધર્મસંસદમાં કાલીચરણ મહારાજે ગાંધીજી પર વિવાદિત ટિપ્પણી કરી હતી અને તે પછી છત્તીસગઢ પોલીસે મધ્યપ્રદેશ જઈને 30 ડિસેમ્બરે કાલીચરણ મહારાજની ધરપકડ કરી હતી.

