અમદાવાદ,તા. 17 નવેમ્બર, 2022, ગુરુવાર : ગાંધીધામમાં સેન્ટ્રલ GSTના સુપ્રીટેન્ડેન્ટ નરેશ મહેશ્વરી 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે.જીએસટીના ટોચના અધિકારી એક બિઝનેસમેન પાસે લાંચ લેતા પકડાયા હતા.સેન્ટ્રલ જીએસટી ઓડિટના સિનિયર અધિકારી ઝડપાતા કચ્છ પંથકમાં ભારે ચર્ચાનો માહોલ છે.
ગઈકાલે મોડી રાત્રે ટ્રેપ સફળ થયા બાદ CBIએ છટકું ગોઠવીને આરોપીને ફરિયાદી પાસેથી રૂ. 1,00,000/- લાંચની માંગણી અને સ્વીકારતા રંગે હાથે પકડી પાડ્યો હતો.આરોપીની ઓફિસ અને ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. આરોપીના ઘરમાંથી અંદાજિત રૂ.6.50 લાખ અને ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા.આ ઘટનામાં ધરપકડ કરાયેલા આરોપીને આજે જ્યુરીડિશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.