ગાંધીનગર : રાજ્યમાં ઊંચા હોદ્દા ઉપર બિરાજતા અને મોટી સેલેરી અને સરકારી સગવડો ભોગવતા મોટા અધિકારીઓ લાંચ લઈને કરોડો રૂપિયા ભેગા કરી લીધા છે એવા જ એક વધું સાહેબ પકડાઈ ગયા છે તેઓ પાસે થી કરોડોની પ્રોપર્ટી મળી આવી છે.
ગુજરાત જમીન વિકાસ નિગમ,ગાંધીનગરના સંયુકત નિયામક (વર્ગ-1) કરશન છગનભાઈ પરમાર સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તેમની કાયદેસરની આવક કરતાં 1.65 કરોડ રૂપિયાની વધુ સંપત્તિ ધરાવવા બદલ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે.
ગુજરાત જમીન વિકાસ નિગમમાં સંયુકત નિયામક તરીકે ફરજ બજાવતા અને હાલમાં વયનિવૃત થયેલા કરશન પરમાર વિરુદ્ધ આવેલી અરજીના અનુસંધાને એસીબીની ટીમે તપાસ કરી તેમના તથા તેમના પરિવારજનોના મિલકત સબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતા તેમજ વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવવામાં આવી હતી.તપાસમાં તેમની કાયદેસરની આવક કરતાં તેમની પાસેથી રૂ. 1.65,96,829 ની વધુ સંપત્તિ મળી આવી હતી.ચોંકાવનારી વાત તો એ છે કે 2018થી અત્યાર સુધીમાં ગુજરાત વિકાસ નિગમના અધિકારીઓ સામે 18 ગુના દાખલ કરાયા છે,જેમાં વર્ગ-1 ના 3, વર્ગ-2 ના 5 અને વર્ગ-3 ના 10 કર્મચારીનો સમાવેશ થાય છે.આ તમામ 18 ગુનાઓમાં રૂ. 41.42 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કતો શોધી કાઢવામાં આવી હતી.
કરશનભાઈ પરમારના કાયદેસરની આવક બાબતે દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.જેમાં તેમની કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી કુલ રૂ. 2.39 કરોડ ની સામે તેમણે કરેલા ખર્ચ અને રોકાણ રૂ. 4.05 કરોડ થયેલા છે. જેથી તેમના દ્રારા 1.65 કરોડથી વધુ અપ્રમાણસર મિલકતો વસાવેલી હોવાનું જણાયું છે.જે તેમની કાયદેસરની આવકના 72.01 ટકા વધુ છે.


