સે-3માંથી ગટરમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
ગાંધીનગર:જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે સે-૭ પોલીસે સે-૩માં દરોડો પાડીને ગટરમાં સંતાડાયેલી વિદેશી દારૂની ર૮ બોટલ કબ્જે કરી હતી અને દારૂનો વેપલો કરતાં બે શખ્સોને ઝડપી દસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકિલા હતી. ગાંધીનગર શહેર અને જિલ્લામાં પોલીસ આ પ્રકારે દારૂનો વેપલો કરનાર બુટલેગરો સામે તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે જેના પગલે સે-૭ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે સે-૩માં અકીલા સરકારી દવાખાનાના કંપાઉન્ડમાં ગટરમાં વિદેશી દારૂ સંતાડીને બે શખસો તેનો વેપાર કરી રહયા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા આ બન્ને વ્યક્તિઓ ભાગવા જતાં હતા પરંતુ કોર્ડન કરીને બન્નેને ઝડપી લીધા હતા. જેમાં બોરીજમાં રહેતો વનરાજ દિપકભાઈ ઠાકોર અને સે-૩ સાંઈબાબા મંદિર પાસે રહેતો દીલીપ રામાજી ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસે આ ગટરમાંથી વિદેશી દારૂની ર૮ બોટલ મળી દસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.