– ભારે પવન ફૂંકાતા વિધાનસભાના ગુંબજનું પતરું ખુલ્યું
– વિધાનસભાના પાછળના ભાગમાં આવેલા ગુંબજના પતરા ખુલી ગયા
ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના જોવા મળી છે.હવામાન વિભાગ દ્વારા કચ્છ બનાસકાંઠા સુરેન્દ્રનગર રાજકોટ મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગર અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને પગલે હાલ ગાંધીનગરના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે.એકાએક પવન શરૂ થતાની સાથે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.રોડ પર ધૂળની ડમરીઓ ઉડતી નજરે ચડી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.ભારે પવનને કારણે વિધાનસભાને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.ભારે પવનને કારણે ગાંધીનગરમાં આવેલી વિધાનસભાના ગુંબજનું પતરું ખુલી ગયું છે.ભારે પવનને કારણે વિધાનસભાના પાછળના ભાગમાં આવેલા પતરાની ત્રણ લેયર ઉડી જતા ગુંબજના પાછડનો ભાગ ખુલ્લો પડી ગયો છે.
મહત્વનું છે કે, શહેરમાં ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં ઝાડ પડી જવાની ઘટનાઓ પણ બની રહી છે.જેને કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા હજી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.સાથે સાથે ભારે પવન પણ ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરતા હજી પણ ગાંધીનગરમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,વિધાનસભાની બિલ્ડિંગનું નવીનકરણ કરવાની ચર્ચા વિચારણા થઈ હતી.તે સમયે કર્ણાટકની વિધાનસભાના બિલ્ડિંગ્સ,છારોડી ગુરુકુળની ડિઝાઈનની જેમ વિધાનસભાને પણ ગુંબજનું સૂચન આપવામાં આવ્યું હતું.જેથી બિલ્ડીંગની છત પર નવું ગુંબજ બનાવવામાં આવ્યું હતું.જેના પતરાં ભારે પવનને કારણે ખુલી ગયા હોવાનું સામે આવ્યું છે.