– માલધારીની જવાબદારી વિજય ભરવાડના શિરે
– માલધારી સમાજના સંમેલનમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા લોકો
ગાંધીનગર : ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માલધારી સમાજના મતદારો ભાજપ તરફે સમર્થન આપે તે હેતુસર સુરત જિલ્લાના માલધારી સમાજના અગ્રણી વિજય ભરવાડની આગેવાનીમાં ગતરોજ ગુરુવારે માલધારી સમાજનું સંમેલન યોજાયું હતું.આ સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના અન્ય કાર્યકરો તેમજ માલધારી સમાજના રાજ્યભરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
માલધારી સમાજના પારંપારિક મતદાતાઓને આ વખતે ગાંધીનગર કોર્પેરેશનની ચૂંટણીમાં ભાજપને જંગી સરસાઈથી જીતાડવાના આશયે માલધારી સમાજના અગ્રણી અને સામાજિક કાર્યકર્તા વિજય ભરવાડે સમગ્ર સમાજને અપીલ કરી હતી.આ પ્રસંગે વિજય માલાભાઈ ભરવાડે જાહેર મંચ પરથી લોકોને સંબોધ્યા હતા.જેમાં તેમણે ટાઉતે વાવાઝોડામાં સરકાર માલધારી સમાજની પડખે ઉભી હતી આ એજ ભાજપ સરકાર છે કે જેમને આવા અત્યંત નાજુક સમયમાં મદદ કરી હતી તેમજ વધુમાં તેમને જણાવ્યું હતું કે માલધારી સમાજના સૌરાષ્ટ્ર પંથકમાં પશુના મરણ વખતે પણ સરકારે પશુપાલકને 50 હજાર રૂપિયાની માતબર સહાય તાત્કાલિક ધોરણે કરી હતી. જેથી સમગ્ર માલધારી સમાજ ખાસ કરીને ગાંધીનગરના કોર્પોરેશન ઈલેક્શનમાં ભાજપને સંપૂણ સાથ સહકાર આપી જંગી સરસાઈથી વિજય આપવે તેવો આશાવાદ તેમને વ્યકત કર્યો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતીથી જીત હાંસલ કરે તે માટે સુરત ભરવાડ સમાજના અગ્રણી વિજયભાઈ ભરવાડે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની સૂચના હેઠળ આ સંમેલનનું આયોજન કર્યું હતું.આ પ્રસંગે ગુજરાત રાજ્યના યશસ્વી ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ ગાંધીનગર મહાનગર પાલિકાના પાર્ટીના પદાધિકારીઓ તથા માલધારી સમાજના સૌ આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા વિજયભાઈ ભરવાડે આહવાન કર્યું હતું.સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ પાટીલને સમગ્ર માલધારી સમાજે કમળધારી બની જંગી બહુમતી તમામ ઉમેદવારને વિજય બનાવવા આહવાન કર્યું હતું.તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ગૃહમંત્રીનો તેમને આભાર વ્યક્ત કર્યો હતો કે એમના શીરે આવી ઉમદા કામગીરી સોંપવામાં આવી.
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહાનગર પાલીકા પર કબ્જો કરવા ભાજપ-કોંગ્રેસ સાથે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ કામે લાગી ગઈ છે અને મુખ્ય ત્રણેય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ત્યારે સુરતની જેમ ગાંધીનગર મહાનગર પાલિકામાં આદમી પાર્ટી ન ફાવી જાય તે માટે ભાજપે તમામ નવા મંત્રીઓને અલગ અલગ વોર્ડની જવાબદારી સોંપી દીધી છે,ત્યારે ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ મહેનત ઘણા વર્ષોથી કોંગ્રેસના કબ્જામાં રહેલા વોર્ડમાં રહી છે તેમાં ખાસ કરીને વોર્ડ નંબર 06માં કરે છે કારણ કે આ વોર્ડ છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસના કબ્જામાં છે અને વોર્ડમાં ભાજપની વોટ બેન્ક ગણાતો માલધારી સમાજ બહોળી સંખ્યામાં છે,ત્યારે કોંગ્રેસ પાસેથી આ વોર્ડ જીતી લેવા અને અન્ય વોર્ડના માલધારી મતદારોને પોતાની તરફ ખેંચવા ભાજપ દ્વારા સુરત જિલ્લા ભરવાડ સમાજના અગ્રણી અને યુવાનોના માર્ગદર્શક એવા વિજય ભરવાડને જવાબદારી સોંપવામાં આવી છે.વિજય ભરવાડને માલધારી સમાજની જવાબદારી સોપાતા જ તેઓની આગેવાનીમાં તેમની ટીમે માત્ર 24 કલાકમાં માલધારી સંમેલનનું આયોજન કરી નાખ્યું હતું અને ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી,સંગઠન મહામંત્રી પ્રદીપ વાઘેલા,યુવા નેતા ઋત્વિજ પટેલ સહિતનાં ટોચના નેતાઓએ સંમેલનમાં હાજરી આપી હતી તેમજ સંમેલનમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં હાજર માલધારી સમાજના સૌ આગેવાનોને મતદાન દિવસે ભાજપ માટે એડીચોટીનું જોર લગાડવા મંચ પરથી અપીલ કરી હતી.