ગાંધીનગરની બંને સીટ માટે ભાજપના ઉમેદવાર નક્કી થયા હોવાના અહેવાલો બહાર આવ્યા છે.માહિતી છે કે ગાંધીનગર દક્ષિણ બેઠક માટે અલ્પેશ ઠાકોરનું નામ ફાયનલ થયું છે.તો ગાંધીનગર ઉત્તર માટે રીટા પટેલનું નામ નક્કી છે.આ બાબતે હવે સત્તાવાર જાહેરાત થશે.રીટા પટેલ ગાંધીનગરનાં પૂર્વ મેયર છે.અલ્પેશ ઠાકોરનું નામ નક્કી હોવાના કારણે વિરોધ વધતાં ભાજપે આ સીટ પર ઉમેદવારી જાહેર કરવાની બાકી રાખી હતી.ગઈકાલે અલ્પેશ ઠાકોર સામે પોસ્ટર વોર ચાલ્યું હતું.આજે સાબરમતી વિસ્તારમાં ગુપ્ત રીતે નોન ગુજરાતીઓ બેઠક કરી રહ્યા છે.
અલ્પેશનો રથ રોકવા વિરોધીઓની હિલચાલ વચ્ચે ભાજપે આ બેઠક પરથી અલ્પેશનું નામ ફાઈનલ કર્યું હોવાની ચર્ચાઓ છે.ભાજપે પ્રથમ યાદીમાં ગાંધીનગરના નામો બાકાત રાખ્યા હતા.અલ્પેશ ઠાકોર સામે રાધનપુરમાં પણ વિવાદો ચાલે છે ત્યાં લવિંગજી ઠાકોર સહિતના દાવેદારો પડકાર ફેંકી રહ્યાં છે.ત્યાં ગાંધીનગર દક્ષિણમાં આયાતી ઉમેદવારના નામે વિરોધ ચાલી રહ્યો છે.