હમાસ અ્ને ઈઝરાયેલ વચ્ચેનો કામચલાઉ યુધ્ધ વિરામ પૂરો થતાની સાથે જ ઈઝરાયેલે ફરી જંગ શરૂ કરવાની જાહેરાત કરી છે.જોકે યુધ્ધ વિરામ દરમિયાન ઈઝરાયેલે ગાઝામાં પોતાની નવી વસાહતો બનાવવાનુ નક્કી કર્યુ છે.આવી એક રહેણાંક કોલોની બનાવવાનુ શરૂ પણ કરી દેવાયુ છે.જેના શિલાન્યાસ માટે વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ જાતે પહોંચ્યા હતા.આ શિલાન્યાસ પાછો રાત્રે કરવામાં આવ્યો હતો.
ઈઝરાયેલે આ કોલોનીને હમાસના આતંકી હુમલામાં માર્યા ગયેલા ઓફિર લેબેન્સ્ટીનનુ નામ આપ્યુ છે.આવી ઘણી કોલોનીઓ ગાઝા પટ્ટીમાં વસાવવા માટે ઈઝરાયેલે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેમાં યહૂદીઓને વસાવવામાં આવશે.યુધ્ધ વિરામના ભાગરૂપે બંને પક્ષો તરફથી બંધકોને મુકત કરવામાં આવ્યા છે.જોકે યુધ્ધ વિરામ પૂરો થતાની સાથે જ ઈઝરાયેલ ફરી જંગ છેડવાના મૂડમાં છે.તેના સૈનિકો ટેન્કો જેવા હથિયારો સાથે ગાઝા પટ્ટી તરફ પહોંચી ચુકયા છે.