બાબુભાઈ એ આત્મસાત કરેલી ગાયત્રી ઉપાસના સૂર્યની સાક્ષાત ઉપાસના છે.આથી થોડું સૂર્ય ઉપાસના અંગે જાણીએ.
સૂર્ય વિજ્ઞાનના ઉપાસક હીરા રતન માણેક વર્ષોથી કંઇ જ ખાધા વિના સૂર્ય ઉપાસનાથી સીધી જીવન ઊર્જા મેળવે છે. ૨૦૦૨ માં તેઓ પ્રકાશમાં આવ્યા. હાલ તેઓ અમેરિકા અથવા કોઇમ્બતુર માં રહે છે અને મોબાઈલ અને ઈમેલ થી સંપર્ક કરી શકાય છે અથવા વધુ વિગતો અંગે ગૂગલ માહિતી આપશે.સૂર્ય વિજ્ઞાનના બીજા હયાત સંત (૨૪-૫-૨૦ ના રોજ અવસાન થયું.) અંબાજીના ઔષધો,વનસ્પતિ માં રસ ઉત્પન્ન કરે છે,સમુદ્રમાં ભરતી,ઓટ લાવે છે.માનવ સ્વભાવમાં બદલાવ લાવે છે.પૂનમના દિવસે માનવીનું મન ચંદ્રથી પ્રભાવિત થાય છે,પશુ,પક્ષીઓ,વરસાદ,ખનિજો,હવામાન,સમુદ્ર, કે કોઈ પણ જીવન સૂર્ય પર જ આધારિત છે. ચોમાસામાં થોડા દિવસ સૂર્ય ન દેખાય તેની લોકોની તબિયત,હવામાન અને પશુ પક્ષીઓ અને વૃક્ષો પર તુરંત અવળી અસર થાય છે.સૂર્યના કિરણો ને લીધે ઘઉં વાવો તો ઘઉં ઊગે અને ગુલાબ વાવો તો ગુલાબ જ ઊગે.પાણી તો દરેકને અકે જેવું જ અપાય છે,છતાં,શેરડી મીઠી,લીંબુ ખાટ્ટા,કારેલું કડવું,મરચું તીખું ઉગે છે એનું કારણ પાણી નહીં પણ સૂર્યના વિવિધ અસરવાળા કિરણોની હાજરી છે તેવું સૂર્ય વિજ્ઞાન કહે છે.સૂર્યના કિરણોની હાજરીમાં ફોટો માતાજી ગણી શકાય.પુરુષ હોવા છતાં સ્ત્રીના કપડા પહેરતા માતાજી વર્ષોથી કશુ ખાધા પીધા વિના જીવી રહ્યા છે.આ બંને સૂર્ય ઉપાસકોનું તબીબી પરીક્ષણ NASA ,અમદાવાદ ના નામાંકિત ડો.ની ટુકડી અને દેશના સુરક્ષા નિષ્ણાતો દ્વારા સીસીટીવી અને ડો. ની હાજરીમાં દિવસો સુધી હોસ્પિટલ માં દાખલ કરી યંત્રો લગાવી કરવામાં આવેલ હતી અને ચકિત થયેલા તબીબો અને વૈજ્ઞાનિકો એ આ કંઈ રીતે બને છે તેનો કોઈ જવાબ આપી શકયા નથી. આ બંને વ્યકિતઓ સૂર્ય વિજ્ઞાનના અસ્તિત્વનો નક્કર પુરાવો છે.
કેટલાક ગ્રંથો સૂર્યને પરમ શકિતનું પ્રત્યક્ષ સ્વરૂપ ગણે છે.સૂર્ય સાક્ષાત અને અને કોઈ પણ જોઈ તેવા પ્રત્યક્ષ દેવતા છે.બ્રહ્મલોકમાં વસતી ગાયત્રી શકિત સૂર્યલોક સાથે જોડાયેલી છે.સૂર્ય વિના પૃથ્વી પર જિંદગી શકય જ નથી.પૃથ્વી પર આવતા સૂર્યના કિરણો અપાર વૈવિધ્ય અને શકિત ધરાવે છે.
આવી લાભદાયક સૂર્યની અસરોથી આપણા ગરીબ દેશનું આરોગ્ય ખાસ દવા દારૂ વિના પણ સારું રહે છે,તેવું હવે વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે.સૂર્ય આપણી મોંઘી મૂડી છે.સૂર્ય ઉપાસનાનો ઉલ્લેખ તમામ વેદ,ઉપનિષદ, આરણ્યક માં છે.
સંતો પ્રકૃતિના નિયમો વટાવી જાય છે, ઈચ્છે તે પરિણામ તેમને સહજ થઈ જાય છે અને ઉપલબ્ધ સિદ્ઘિઓને ગણતા નથી અને બાબુભાઈ તેમના એક હતા.
બેંગલોર નજીકના એક મુસ્લિમ ગાયત્રી ઉપાસક શ્રી M નું નામ અચૂક યાદ કરવું પડે.તેઓ શ્રી M નામથી જાણીતાં છે અને તાજેતરમાં ગુજરાત પણ આવેલા. વિશ્વશાંતિ અને ભાઈચારા માટે કામ કરી રહ્યા છે.તેમનું પુસ્તક ગુજરાતીમાં પ્રસિદ્ઘ થયું છે.કદાચ નરેન્દ્ર મોદીએ તેમને પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે.વિશેષ વિગતો ગૂગલ પરથી મળી શકે.બચપણથી જ હિન્દુ સંતો,ગ્રંથો અને છેવટે હિમાલય પહોંચી અનેક વિસ્મયજનક અનુભવો અંગે તેમનું પુસ્તક જરૂર વાંચવું.
અગાઉના લેખ માં લખેલા અને આવા કેટલાક યાદ આવતા ગયા તેવા દાખલાઓથી એટલું જ કહેવાય કે આપણી મર્યાદિત સમજ,બુદ્ઘિથી વિશાળ વિશ્વમાં,બ્રહ્માંડમાં અને અન્ય વિશ્વોમાં જે બની રહ્યું છે તેને માપવું અઘરૃં છે અને સર્વ સમકાલીન સંતો જે કંઈ યોગદાન સમાજ માટે આપતા ગયા છે તે બતાવે છે કે આપણા વિશ્વ સિવાય પણ બીજા વિશ્વો,બ્રહ્માંડ આપણી આજુબાજુ વિલસી રહ્યા છે,જેની તરંગ લંબાઈ અલગ છે તેથી આપણે જોઈ શકતાં નથી.
આ લેખમાં ઉલ્લેખિત સંતોએ જે માનવ સેવા કરી છે કે લોકોને કોઈ અપેક્ષા વગર મદદ કરી છે તેનો બીજો કોઈ હેતુ હોય શકે? અન્યથા અકિલા પણ આવો વિષય પસંદ કરી બાબુભાઈ જેવા હવે તો સ્વર્ગસ્થ થઈ ગયેલા બાબુભાઇને શું કામ યાદ કરે છે? નિસ્વાર્થ કામનો પણ એક સ્વર્ગીય આનંદ હોય છે જે દુન્યવી આનંદથી ઉપરની કક્ષા નો હોય છે. અકારણ મદદના કામો કરતા દરેક લોકો પ્રભુનું પ્રતિનિધિત્વ કરે છે.
કુવાનો દેડકો સમુદ્રનો ઇન્કાર કરે તેથી સમુદ્ર નથી તેવું માની ન શકાય.ઘુવડ સૂર્યના અસ્તિત્વનો ઇનકાર કરે તેવી આ વાત છે. ચામાચિડીયુ પોતાની અલગ તરંગ લંબાઈની શકિતને કારણે ઘોર અંધકારમાં પણ ઉંદરની કે જીવ જન્તુની થર્મલ ઈમેજ થી શિકાર કરી શકે છે. લાખોની સંખ્યામાં તરતી માછલીઓ કે લાખો ઉડતા પક્ષીઓ અચાનક જ એકી સાથે દિશા બદલે કે તરતા કે ઉડતા સમયે કયાંય અથડાયા તેવું જોવા મળ્યું છે? લાખો મધમાખીઓ ઉડે કે લાખો કીડીઓ એકસાથે કામ કરે પણ કયાંય અવ્યવસ્થા કે ટકરાવ જોવા ન મળે તેમાં કયો નિયમ કામ કરે છે? વાચકો હવે આ બાબતનું નિરીક્ષણ કરે.રાત્રે બોલતા તમરાઓ અચાનક જ એકી સાથે બંધ થઈ જાય અને એકી સાથે અવાજ શરૂ કરે તેને કોણ સમજાવી શકશે? કેમ આમ બને છે ? કોઈ સત્ત્।ા છે જ.ડો.દિપક ચોપરા એ આ વિષય પર જ ” Synchro Destiny” નામનું અદભૂત પુસ્તક લખ્યું છે.જે અવાજો કૂતરાઓ સાંભળી શકે છે કે કેટલાક પક્ષીઓ સાંભળી શકે છે તે અવાજો માણસ સાંભળવાની કોશિષ કરે તો પાગલ થઈ જાય. એટલે બાબુભાઈ નિમિત્તે એટલું ચોક્કસ છે કે આ દુનિયા સિવાયની પણ દુનિયાઓ છે.બાબુભાઈ કે ઉપર લખેલા કેટલાક સંતો આ જોઈ શકયા. બાબુભાઈ ઠક્કર આ ઉમદા પરંપરાના વાહક થઈ આવ્યાં,જીવ્યા અને જતા રહ્યા. અકિલાનો આભાર માનવો પડે કે આવો એક અખબારી આલમ માટે નવો ગણાય તેવો વિષય વાચકો સમક્ષ રજૂ કરી અધ્યાત્મ અને અલગારી સાધકોની છુપાયેલી વાતો વાચકો માટે શોધી કાઢી.
આ લખનાર પર બાબુભાઇનો કદી ઉતારી ન શકાય તેવો તેમના ઉપકારનો ભાર જીવનભર રહેશે, અને આવી પવિત્ર વ્યકિતને મળી ન શકાયું તેનો વસવસો પણ જીવનભર રહેશે. જિંદગીમાં એવો કોઈ અલ્લોકિક બનાવ અનુભવવા મળે તે એક સદભાગ્ય ગણાય.
શ્રી બાબુભાઇને ન મળી શકવા છતાં તેમના કુટુંબને મળવાની મારી મુલાકાત સમયે બાબુભાઈના પુત્રે એક બીજી ચોંકાવનારી વાત કરી કે તેમના મૃત્યુના દિવસે સવારે બાબુભાઈ એ જાહેર કર્યું કે હવે હું આજે જાઉ છુ પણ મારો બીજો જન્મ પણ જયોતિષી તરીકે હશે અને બપોરે બે કલાકે હું દરવાજામાં ઉભો હતો ત્યારે મને કહ્યુ કે દરવાજાથી દૂર રહો , હવે મને લેવા આવે છે અને દસ મિનિટ માં તેમનું મૃત્યુ થયું. અવાચક થઈ જવાય તેવી આ વાત છે પણ તેમને માટે આ કદાચ સહજ હતું.
આ સંદર્ભમાં બાબુભાઇની સિદ્ઘિઓને આપણે જોવી જોઈએ.ઉપરના થોડા દાખલાઓનો આશય પરા શકિતના અસ્તિત્વને ઉજાગર કરી, પણ આપણે લાભ લેવામા પાછા પડીએ છીએ તે પર ભાર મૂકવામાં છે.હજુ કેટલાક સમર્થ ગાયત્રી ઉપાસક હશે પરંતુ વધુ માહિતી નથી. ઉપલેટા નજીક લાલજી મહારાજ એક પવિત્ર ગાયત્રી ઉપાસક ગણાય છે. અમદાવાદમાં નરેન્દ્રભાઇ દવે વર્ષોથી લોકોને માર્ગદર્શન આપે છે.ગાયત્રી ઉપાસના સાત્વિક ઉપાસના છે.સૂર્ય ઉપાસના છે.પરમ શકિતના તેજોમય સ્વરૂપ નું ધ્યાન છે.જે વિષયનું ધ્યાન ધરો તે વસ્તુ અથવા વિષય ધીમે ધીમે પોતાના રહસ્યો તમારી સમક્ષ ખુલ્લા કરે છે.કોઈ સૂતેલા માનવી સામે તમે થોડી ક્ષણો એકધારૃં સંપૂર્ણ ધ્યાનથી જોઈ રહેશો તો પણ અચાનક તે જાગી જશે તો આ તો સાક્ષાત્ પ્રત્યક્ષ દેવતાનું ધ્યાન છે. સાવર કુંડલાના લુહાર, રાજ રજવાડાઓ માટે જીવલેણ તલવારો, ખંજરો બનાવતા.છેક મોગલ સૈન્યો માટે તલવારો,હથિયારો બનાવતા.આપા દાનાએ લુહારોને વિનંતી કરી કે લોકોના જીવ જાય તેવા ધંધા કરતા કોઈ સાત્વિક હુન્નરથી ભગવાન તમને ધંધો વધુ આપે તો કરો? આપા દાનાએ વજનના કાંટાની દિશા બતાવી અને આજે સમગ્ર દેશમાં કુંડલાનું નામ કાંટા ઉદ્યોગમાં અગ્રેસર છે. વાચકોની જાણ માટે કે આપા દાના કાઠી દરબાર હતા અને સૂર્ય ઉપાસક હતા.કાઠી દરબારો ઊંચા,નમેલી મોટી,કેરીની ફાડ જેવી આંખોવાળા,ઊભા ઓળેલા વાળ વાળા, પહોળું કપાળ, ઓછા બોલા તેમના પૂર્વજોની સૂર્ય ઉપાસનાને લીધે છે.ઘોડો સૂર્ય શકિતનું પ્રતીક છે.કાઠી લોકો ઘોડાના શ્રેષ્ઠ ચાહકો અને અસવાર હોય છે.આપા દાનાના વંશજ અને હાલના ગાદીપતિ વલકુબાપુ શિક્ષિત અને વિવેકી વ્યકિત છે. ચલાલાના આપા દાનાના નામે અનેક ચમત્કારો નોંધાયેલા છે.સંત બહારવટીયા જોગીદાસ ખુમાણ સૂર્ય ઉપાસક હતા. વાત સૂર્ય ઉપાસના કે ગાયત્રી સાધનાની છે તે સંદર્ભમાં સૌરાષ્ટ્રમાં સૂર્ય મંદિરો ગુજરાતમાં સૌથી વધુ છે.મૂળીના માંડવરાયજી સૂર્યનું સ્વરૂપ છે તો જેતપુર પાસે સૂર્ય મંદિર છે અને જસદણ પાસેનું સૂરજ દેવળનું સૂર્ય મંદિર જૂનું છે. પોરબંદર પાસે બગવદર માં સૂર્ય મંદિર છે. કાઠી લોકોમાંથી ઘણા હજૂ સૂર્યદર્શન વિના ભોજન પણ કરતા નથી. સૂર્ય ઉપાસનાની સીધી અસર તમારી આંખોના,ત્વચાના તેજ પરથી દેખાઈ આવે છે. બાબુભાઇની આંખોની રતાશ કે ચમક સમજાવી ન શકાય તેવી હતી તેવું તેમને મળનારા લોકો કહે છે.માંડવરાયજીના ઉપાસક દાનવીર દીપચંદ ગારડી પોતાને માંડવરાયજીના મુનીમ કહેતા અને દરરોજ રૂ. ૧ લાખનું દાન કરવાનો તેમનો સંકલ્પ માંડવરાયજીએ પૂર્ણ કર્યો હતો તેવું તે કહેતા.
દાનવીર કર્ણને સૂર્યના કવચ કુંડળ ને લીધે અર્જુન પણ યુદ્ઘમાં ગભરાતો હતો અને છેવટે ઇન્દ્રની મદદથી કવચ કુંડળ દૂર કરાવ્યા પછી કર્ણની હાનિ થઈ.ભગવાન રામે રાવણ પર આક્રમણ કરતા પહેલા આદિત્ય હ્ર્દય સ્તોત્રની ઉપાસના કરી હતી.
બીજી રીતે જોઈએ તો સૂર્ય અખૂટ શકિત,સમયપાલન,તટસ્થતા,ન્યાય,સમાનતા,વૈભવ,ઐશ્વર્ય,રાજય સત્તા અને સતત ક્રિયાશીલ રહેવાનું શીખવે છે.વિટામિન ડી ફકત સૂર્ય જ આપી શકે.જયોતિષ પ્રમાણે બળવાન સૂર્ય રાજય સત્તા અને ઊંચી પદવી આપે છે.લગભગ તમામ આઇએએસ અધિકારીઓનો સૂર્ય મજબૂત હોય છે તો લગભગ બધા જ આઇપીએસ અધિકારીઓની કુંડળીમાં મંગળ બળવાન હોય છે.નબળા સૂર્ય વાળા ડરપોક,બીપી ની તકલીફ વાળા,નિસ્તેજ હોય છે.
૨૦૧૮માં હું સ્વીડન અને લંડન ગયો અને ત્યાંના પશ્ચિમી ભૌતિક વાતાવરણમાં પણ બે ગુજરાતી કુટુંબો વડીલોની કંઇ રીતે સેવા કરે છે તેની હૃદય સ્પર્શી વાતો અકિલાએ લંબાણ લેખમાં પ્રસિદ્ઘ કરતા તેના માનવીય પરિણામો જોઈ હું ગદગદ થઈ ગયો હતો.એક કિસ્સામાં એક ઉચ્ચ અધિકારીએ નક્કી કર્યું કે ગમે તેવું કામ હોય તો પણ એક કલાક અચૂક માબાપની સાથે બેસવું જ.વૃદ્ઘ માતાપિતાને તમારી પાસેથી હૂંફ અને લાગણી સિવાય કશું જ જોઈતું હોતું નથી.આવા બીજા કેટલાક કિસ્સાઓ પણ મને ઈમેઇલથી મળ્યા તેનો સાર સારો જ હતો.મારા લખાણથી એકાદ કુટુંબનું પણ જોડાણ કે સમાધાન થયું તે પણ બહુ મોટું પરિણામ ગણાય.આવા સેંકડો હકારાત્મક ઇમેઇલથી મને શબ્દોની તાકાત સાથેના વ્યાપની પણ પુનઃ ખાતરી થઈ.મારા લખાણથી કોઈ એક કિસ્સો પણ માનવતાને કે સારી વૃત્ત્િ।ને આગળ લઈ ગયો તો પણ મહેનત સાર્થક ગણાય.આવા બીજા પણ કેટલાક હકારાત્મક અને માનવીય પરિણામો ફકત એક લખાણથી આવે તો લાખો વાચકો સુધી ગાયત્રી ઉપાસક બાબુભાઈની વાત પહોંચાડવાનો આ પ્રયાસ લેખે લાગશે.થોડા વાચકો પણ આવી શ્રેષ્ઠ આઘ્યાત્મિક પ્રગતિના વાહક અને ભાગીદાર બનશે તો સરવાળે સીધો ફાયદો તેમના સમાજ અને કુટુંબને થવાનો અમારો પાકો વિશ્વાસ છે.
સાક્ષાત્કારની ઝલક
અમેરિકન સ્પેસ એજન્સી NASA દ્વારા સોલર ડાયનેમિકસ ઓબ્ઝર્વેટરી- SDO એ એક અદભૂત વીડિયો તાજેતરમાં યુ ટ્યુબ પર મૂકયો છે.વાચકોમાં જેઓ સૂર્યમાં રસ ધરાવતા હોય તેમણે અચૂક આ વીડિયો જોવો જ જોઈએ.આ વીડિયો હાલ દુનિયાભરમાં ખૂબ જોવાઈ રહ્યો છે.નાસા એ પૂરા ૧૦ વર્ષ સુધી સૂર્ય પર શૂટિંગ કર્યું.વાયરલ વીડિયોમાં સૂર્યને લઇને રજૂ કરેલી મહત્વની અને અદભૂત જાણકારી સૌ કોઇને આશ્ચર્યચકિત અને આનંદિત કરી રહી છે. NASA સોલરની ઓબ્ઝર્વેટરીએ ૧૦ વર્ષ સુધી સૂર્ય પર સતત નજર અને ફોટોગ્રાફી કરી અને સૂર્યની ૪૫ કરોડ હાઇ રિઝોલ્યુશન તસવીરો લેતાં,બે કરોડ ગીગાબાઇટ્સ ડેટા એકત્રિત કર્યો. એક સેકન્ડ બરાબર એક વર્ષ પ્રમાણે ૬૧ મિનિટનો આ વીડિયો જોવા જેવો છે. નાસાની વેબસાઇટ અથવા યુ ટ્યુબમાં ‘A decade of Sun’ ટાઇપ કરી આ વીડિયો જોઈ શકો છો.