સાપુતારા : રાજ્યના એક માત્ર ગિરિમથક સાપુતારામાં સાંઈ લીલા બંગલો માં મકાન માલિકે સુરક્ષા માટે બાંધેલ પાળતું શ્વાન નો શિકાર કરવા ધીમા પગે ચપળતા પૂર્વક આવેલ દીપડૉ સીસીટીવી માં કેદ થયો છે.ડાંગ જિલ્લામાં આવેલ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં સાંઈ લીલા બંગલોના કંપાઉન્ડ માં મકાન માલિકે સુરક્ષા માટે પાળતું સ્વાન ને સાંકળ થી બાંધી રાખ્યો હતો,બુધવારની રાતે શિકારની શોધમાં ફરતો દીપડા એ સાંકળ થી બાંધેલ આ શ્વાન ઉપર હુમલો કરતા શ્વાને દીપડા નો સામનો કર્યો હતો અને પોતાનો બચાવ કર્યો હતો,શ્વાન ના ભસવાના અવાજથી મકાન માલિકે બારી ખોલી ને જોયું તો દીપડો તેમના શ્વાન ને પોતાનો શિકાર બનવવા મથતો હતો જ્યારે શ્વાન પોતાની રક્ષા માટે તેની સાથે બાથ ભીડી રહ્યો હતો,જોકે શ્વાન ના વળતા પ્રહાર ને કારણે કદાવર દીપડા એ પાછું ફરવું પડ્યું હતું.ઉલ્લેખનિય છે કે સાપુતારામાં પ્રવાસે આવતા સહેલાણીઓ રાતે મોડે સુધી નિર્ભય રીતે ફરતા હોય છે,ગિરિમથક માં અત્યાર સુધી કોઈપણ પ્રવાસીઓને હિંસક પ્રાણીનો સામનો કરવો પડ્યો નથી,તેમ છતાં શ્વાન સાથે દીપડાની આ ઘટના ને જોતા વનવિભાગે ગિરિમથક ખાતે પ્રવાસીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં લઈ રહી છે.