– પ્રવાસન વિકાસના માધ્યમથી સ્થાનિક રોજગારીના સર્જનનો હેતુ સ્પસ્ટ કરતા મંત્રીએ પ્રવાસન વિકાસ માટેના ભાવિ પ્રોજેક્ટનો પણ ખ્યાલ આપ્યો
સાપુતારા : ગરવી ગુજરાતની ગૌરવગાથા વર્ણવતા રાજ્યના પ્રવાસન મંત્રી પુર્ણેશભાઈ મોદીએ,ગુજરાતને પ્રાપ્ત થયેલા ભૂભાગનો પ્રવાસન ક્ષેત્રે બખૂબી ઉપયોગ કરીને,ગુજરાતની ગરિમાને ચાર ચાંદ લગાવવાનુ શ્રેય,દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર્ભાઈ મોદીને જાય છે,તેમ ગિરિમથક સાપુતારા ખાતે જણાવ્યુ હતુ.
કચ્છનુ સફેદ રણ હોય, કે ગુજરાતનો વિશાળ સમુદ્ર કિનારો,ગિરનાર,પાવાગઢ અને ગબ્બર જેવા ઊંચા પહાડો હોય, કે લીલાછ્મ્મ વન વિસ્તારો હોય.દરેક પ્રદેશની તાસીર ને જાણીપીછાણી,પ્રવાસન વિકાસના માધ્યમથી સ્થાનિક રોજગારીનુ સર્જન કરવાની કળા,આપણા વડાપ્રધાને હસ્તગત કરીને ગુજરાત અને દેશના પ્રવાસન સ્થળોને વૈશ્વિક ઓળખ પ્રદાન કરી છે તેમ જણાવ્યુ હતુ.
સહયાદ્રિ પર્વતમાળાની ગોદમા વસેલા ગુજરાતના એકમાત્ર ગિરિમથક સ્થિત ગવર્નર હિલ ખાતે કુલ રૂ.૬ કરોડ ૧૮ લાખથી વધુના વિવિધ વિકાસ કામોનુ લોકાર્પણ કરતા પ્રવાસન મંત્રી મોદીએ ગુજરાતના પ્રવાસન સ્થળો અને યાત્રાધામો ખાતે આવતા સહેલાણીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી સાથે પ્રાથમિક જરૂરિયાતની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે દિશામા રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે તેમ ઉમેર્યુ હતુ.
ગરવા ગુજરાતની સાંસ્ક્રુતિક અને ઐતિહાસિક વિરાસતને દુનિયા આખી પિછાણી શકે તેવા પ્રયાસોની સાથે આઝાદીના અમ્રુત મહોત્સવ દરમિયાન પ્રવાસીઓને,રાષ્ટ્ર નિર્માણમા યોગદાન આપનારા રાષ્ટ્ર ભક્તોની શૌર્ય ગાથાઓથી માહિતગાર કરી શકાય તેવા પણ સરકારના પ્રયાસો છે તેમ જણાવ્યુ હતુ.
દંડકારણ્યની ભૂમિ ઉપર રહીને પ્રભુ શ્રી રામના દર્શનની મનોકામના પૂર્ણ કરનારા માતા શબરીના વંશજ એવા, ગુજરાતના આદિવાસી પરિવારના સભ્યો માટે, શ્રી રામ લલ્લાના દર્શનને સુલભ બનાવતા, રાજ્ય સરકારે રૂ.૫ હજારની આર્થિક સહાય યોજના અમલી બનાવી છે તેમ જણાવતા મંત્રિશ્રીએ, ચિખલી થી સાપુતારા ચારમાર્ગીય રોડના વિકાસ ઉપરાંત ગિરિમથક સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના નવા ફોરલેન રોડના નિર્માણની દિશામા પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે તેમ જણાવ્યુ હતુ.
સાપુતારાના ખુશનુમા વાતાવરણમા સમીસાંજે યોજાયેલા કાર્યક્રમમા મંત્રી મોદીએ સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી,સી-પ્લેનના માધ્યમથી જોડવાની દિશામા પણ વિચાર કરાઇ રહ્યો હોવાનુ જણાવ્યુ હતુ.વિવિધતામા એકતા અને એક ભારત-શ્રેસ્ઠ ભારતનો સંદેશ આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા વિશ્વ પ્રવાસીઓને સાપુતારા તરફ વાળવાથી વિદેશી હુંડિયામણ સ્થાનિક રોજગારીના નવા દ્વારા ખોલશે તેમ પણ વધુમા જણાવ્યુ હતુ.
ગુજરાતની આન,બાન અને શાન સમા સાપુતારાની ઐતિહાસિક ચળવળનો ખ્યાલ આપતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવીતે,સાપુતારા સહિત ડાંગ જિલ્લાના જુદા જુદા પ્રવાસન સ્થળોના વિકાસ માટે પ્રયાસરત રાજ્ય સરકારના પ્રયત્નોનો ખ્યાલ આપ્યો હતો.પ્રાસંગિક ઉદબોધનમા પ્રમુખશ્રીએ વિકાસના અવનવા આયામો સર કરતા, સાપુતારા હવે ગુજરાતની ઓળખ બની ચૂક્યુ છે તેમ ઉમેર્યુ હતુ.
વર્ષો સુધી વણઉકેલ્યા રહેલા સાપુતારાના વિસ્થાપિતોના પ્લોટના મુદ્દે, વર્તમાન રાજ્ય સરકારે,નવાગામ ખાતે ટોકન દરે ૯૯ વર્ષના પટ્ટે પ્લોટ ફાળવીને માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે,તેમ જણાવતા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, ખાસ કરીને આદિવાસી પ્રજાજનો અને આદિવાસી વિસ્તારો ઉપર રાજ્ય અને કેન્દ્ર સરકાર વિશેષ વહાલ વરસાવી રહી છે તેમ જણાવ્યુ હતુ.ધારાસભ્ય પટેલે વ્યાપક જન ભાગીદારી થકી સાપુતારાની વનરાજીને પુનઃજીવિત કરવાના રાજ્ય સરકારના પ્રયાસોમા સૌને સહયોગી બનવાની હિમાયત પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગિરિમથક સ્થિત ગવર્નર હિલ ખાતે રૂ.૬ કરોડ ૧૮ લાખથી વધુની કિમતે તૈયાર કરાયેલા રેસ્ટોરંટ, સ્ટેપ ગાર્ડન,ગજેબો,વ્યુઇંગ ડેસ્ક,દુકાનો,સેફ્ટી રેલિંગ સહિતના કામોનુ પ્રવાસન મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરાયુ હતુ.
આ વેળા તેમની સાથે વાસૂર્ણાના રાજવી ધનરાજસિંગ સૂર્યવંશી,હોટલ ઓનર્સ એસોસીએશનના સેક્રેટરી તુકારામ કરડીલે,ભાજપા મહામંત્રીઓ સર્વશ્રી હરિરામ સાવંત અને કિશોરભાઇ ગાવીત સહિતના હોદ્દેદારો,પદાધિકારીઓ, કલેક્ટર ભાવિન પંડ્યા,પ્રાંત અધિકારી શ્રી આર.એમ.જાલંધરા,નોટિફાઇડ એરિયાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર યુ.વી.પટેલ સહિતના પ્રશાસનિક અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.


