સાપુતારા : ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકના છુટાછવાયા વિસ્તારોમાં રવિવારે વરસાદી ઝાપટાં પડતા સમગ્ર વિસ્તારમાં શીત લહેર વ્યાપી જવા પામ્યો હતો.મળતી માહિતી મુજબ રવિવારે ગિરિમથક સાપુતારા,આહવા,સહિત પૂર્વપટ્ટી વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી.
છેલ્લા બે દિવસના આરામ બાદ મુખ્ય મથક આહવા ખાતે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થઈ જવા પામ્યો હતો,જેને પગલે ધરતીપુત્રો ભાવવિભોર થઈ ઉઠ્યા હતા.તેમજ ગિરિમથક સાપુતારા ની સહેલગાહે આવેલા સહેલાણીઓએ બદલાયેલા મૌસમના મિજાજમાં વરસાદી ઝાપટું પડ્યા બાદ ગિરીકન્દ્રા માં ગાઢ ધૂમમ્સ છવાતા આહલાદક માહોલનો ભરપૂર આનંદ માણ્યો હતો.આ સાથે જ વઘઇ વિસ્તાર કોરોકટ રહેતા લોકોએ ભારે ઉકળાટથી ગરમી નો અહેસાસ કર્યો હતો.