સૌરાષ્ટ્રમાં મધ્યરાત્રીથી સવાર સુધીમાં આવેલા ભૂકંપમાં આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ભૂકંપના કારણે કોઈ જાનહાનીના સમાચાર નથી. ગીરસોમનાથ જિલ્લાના તાલાલા શેહર અને તેની આસપાસના વિસ્તારમાં મધ્યરાત્રીથી વહેલી સવાર સુધીમાં એક પછી એક એમ ફૂલ 19 જેટલા ભૂકંપના આંચકા આવ્યા હતા.ભૂકંપના 19 આંચકા આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.19 આંચકાઓમાં રાત્રે 3:53 કલાકે આવેલા આંચકાની તીવ્રતા સૌથી વધારે જોવા મળી હતો.આ આંચકો 3.3ની તીવ્રતાનો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમીટર દૂર નોર્થઈસ્ટમાં નોંધાયું છે.
મહત્ત્વની વાત છે કે,છેલ્લા એક અઠવાડિયામાં અવાર નવાર તાલાલા અને તેની આસપાસનાં વિસ્તારમાં નાના-નાના ભૂકંપના આંચકાઓ લોકો અનુભવી રહ્યા છે.આ ભૂંકપના આટલા બધા આંચકા નવી ફોલ્ટલાઈન સક્રિય થઇ હોવાના કારણે આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.રાત્રે 3:53 કલાકે નોધાયેલા 3.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા સિવાય અન્ય આંચકાઓ 3.1થી લઇને 1.5ની તીવ્રતાન નોંધ્યા છે.રાત્રે 1: 15 વાગ્યાથી સવારના 9:26 વાગ્યા સુધીમાં નોંધાયેલા આંચકાની તીવ્રતા અને સમયની માહિતી નીચે અનુસાર છે.
સૌથી પહેલો આંચકો રાત્રે 1:15 વાગ્યા આવ્યો હતો.તેની તીવ્રતા 2ની હતી.
2જો આંચકો રાત્રે 1:42 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 1.7ની હતી.
3જો આંચકો રાત્રે 3:11 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 2.2ની હતી.
4થો આંચકો રાત્રે 3:46 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 2.3ની હતી.
5મો આંચકો રાત્રે 3:55 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 3.2ની હતી.
6ઠ્ઠો આંચકો રાત્રે 3:56 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 3.1ની હતી.
7મો આંચકો રાત્રે 3:58 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 1.8ની હતી.
8મો આંચકો રાત્રે 4:07 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 2.4ની હતી.
9મો આંચકો રાત્રે 4:44 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 2.9ની હતી.
10મો આંચકો રાત્રે 5:26 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 2ની હતી.
11મો આંચકો રાત્રે 5:27 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 3.1ની હતી.
12મો આંચકો રાત્રે 5:28 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 2.5ની હતી.
13મો આંચકો રાત્રે 5:35 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 1.8ની હતી.
14મો આંચકો રાત્રે 5:40 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 1.4ની હતી.
15મો આંચકો રાત્રે 6:09 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 2ની હતી.
16મો આંચકો રાત્રે 7:34 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 3.1ની હતી.
17મો આંચકો રાત્રે 8:06 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 1.9ની હતી.
18મો આંચકો રાત્રે 8:12 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 2.1ની હતી.
19મો આંચકો રાત્રે 9:26 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતા 3.2ની હતી.


