By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુગલ કાયદાની ચુંગલમાં, ભારતમાં પેમેન્ટ એપ માટે સત્તાનો દુરૂપયોગ કરવાનો આરોપ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > ગુગલ કાયદાની ચુંગલમાં, ભારતમાં પેમેન્ટ એપ માટે સત્તાનો દુરૂપયોગ કરવાનો આરોપ
BusinessGeneralNational

ગુગલ કાયદાની ચુંગલમાં, ભારતમાં પેમેન્ટ એપ માટે સત્તાનો દુરૂપયોગ કરવાનો આરોપ

HM News
Last updated: 27/05/2020 12:54 PM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : સર્ચ એન્જિન ગુગલે ફરી કાયદાકીય તપાસનો સામનો કરવો પડી શકે છે.ગુગલ પર આરોપ મૂકાયો છે કે તેણે ભારતમાં તે પેમેન્ટ એપ્લિકેશનને ખોટી રીતે પ્રોત્સાહન આપવા માટે પોતાની બજાર સ્તિતિનો દુરૂપયોગ કરી રહ્યુ છે.ભારતની એન્ટીટ્રસ્ટ બોડી આ આરોપોની તપાસ કરી રહી છે એવું ઘટનાક્રમથી માહિતગાર પાંચ સુત્રોએ આ માહિતી આપી છે.

આ ઘટનાક્રમથી માહિતગાર સુત્રોએ જણાવ્યુ કે,ફેબ્રુઆરીમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ ફરિયાદ કરનારની ઓળખ ગુપ્ત રાખી છે.માહિતગાર પ્રથમ સુત્રોએ જણાવ્યું કે,આ મામલે થયેલી ફરિયાદમાં જણાવાયુ છે કે અમેરિકન ટેક કંપનીએ ભારતમાં પોતાની એન્ડ્રોઇડ એપ સ્ટોરની અંદર ગુગલ-પે એપને વધારે પ્રાથમિકતા આપી છે,જેનાથી સ્પર્ધકની એપને ખોટી રીતે લાભ થાય છે,તેનાથી ગ્રાહકોને નુકસાન પહોંચે છે.અલબત ગુગલે આ મામલે હાલ કોઇ ટિપ્પણી કરી નથી.બે સુત્રોએ જણાવ્યું છે કે તપાસકર્તા એ થોડાંક દિવસ પહેલા આ મામલે ગુગલને માહિતી આપી દીધી હતી અને કંપની ટુંક સમયમાં આનો પ્રત્યુત્તર આપશે.

એક સુત્ર એ જણાવ્યુ કે,પ્રવર્તમાન સમયમાં કેસ ફાઇલિંગની સમીક્ષા સીસીઆઇના સિનિયર સભ્યો દ્વારા કરવામાં આવી રહી છે.સામાન્ય રીતે આવા કેસોમાં ગુગલ તપાસ કર્તાની સમક્ષ હાજર થશે,જે ત્યારબાદ આગળનો રસ્તો નક્કી કરશે.જો આ કેસને કોઇ મેરિટ નહીં મળે તો સીસીઆઇ આરોપોની વિસ્તૃત તપાસ કરવા માટે પોતાની તપાસ એજન્સીને નિર્દેશ આપી શકે છે અથવા તો કેસ બંધ કરી શકે છે.હાલ સીસીઆઇ એ પણ આ કેસ મામલે કોઇ ટિપ્પણી કરવા ઇન્કાર કર્યો છે.

નોંધનિય છે કે ભારતમાં આવું ત્રીજી વખત બન્યુ છે જ્યારે ગુગલે એન્ટિટ્રસ્ટનો સામનો કરવો પડી રહ્યો છે.વર્ષ 2018માં સીસીઆઇ એ “search bias” (સર્ચ બાયસ)ની માટે ગુગલને 2.1 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો હતો પરંતુ તેની વિરુદ્ધ કંપનીએ અરજી દાખલ કરી છે.

સુરતના રૂસ્તમપુરામાં થયેલા ગેંગવોરમાં કુલ 9 ની ધરપકડ
ગુજરાતમાં IAS બાદ હવે IPS અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર, રથયાત્રા બાદ થશે આદેશ
કોરોનાથી ફફડતુ અમેરિકાઃ રાષ્ટ્રીય કટોકટી જાહેર
પાકિસ્તાનમાં 8 વર્ષનો બાળક મદ્રેસામાં પાણી પીવા ગયો હતો જે બાબતે ઉશ્કેરાયા હતા કટ્ટરપંથીઓ : હિંદુ મંદિરમાં કરાઈ હતી તોડોફોડ …જાણો શું હતો મામલો
ડિસેમ્બરથી શરૂ થશે પ્રોડકશન : અમેરિકામાં કોરોના વાયરસ વેકિસનનું હ્યુમન ટ્રાયલ
Share This Article
Facebook Email Print
Previous Article નર્મદા ડેમ નજીક કેવડિયા ગામમાં પુનઃ ફેન્સિગ મામલે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ
Next Article વડોદરામાં નવા 29 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 933
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up