હવામાન વિભાગે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.તેમજ દરિયાના કરંટ પણ જોવા મળશે જેના પગલે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. જેમાં રાજયના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ પણ પડ્યો છે.તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ આ સ્થિતિ આગામી ત્રણ દિવસ સુધી રહેવાની છે.જેમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટબન્સના લીધે ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.જેના લીધે લધુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.
આ ઉપરાંત હવામાન વિભાગે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.તેમજ દરિયાના કરંટ પણ જોવા મળશે જેના પગલે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.