By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતના ખેડૂતોના હિતાર્થે રૂ. 45 કરોડની જોગવાઈ સાથે વધુ એક યોજના અમલમાં મૂકાઈ, જાણો શુ લાભ મળશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતના ખેડૂતોના હિતાર્થે રૂ. 45 કરોડની જોગવાઈ સાથે વધુ એક યોજના અમલમાં મૂકાઈ, જાણો શુ લાભ મળશે
GandhinagarGeneral

ગુજરાતના ખેડૂતોના હિતાર્થે રૂ. 45 કરોડની જોગવાઈ સાથે વધુ એક યોજના અમલમાં મૂકાઈ, જાણો શુ લાભ મળશે

HM News
Last updated: 12/07/2023 9:46 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

– રાજ્યના ફળપાકોની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને આંબા, જામફળ અને કેળ પાકમાં અપાશે આર્થિક સહાય
– ફળપાકોના એકમ વિસ્તારમાં મહત્તમ ફળઝાડના વાવેતર થકી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવશે : કૃષિ મંત્રી

દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધાર કર્યો છે.ગુજરાતના ખેડૂતોની આવકમાં પણ વધારો થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.રાજ્યના ખેડૂતો ખેતીની પરંપરાગત પદ્ધતિ ઉપરાંત વૈજ્ઞાનિક અભિગમ સાથેની આધુનિક પદ્ધતિ અપનાવીને વધુ આવક મેળવી શકે તે માટે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા વધુ એક નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

બાગાયત ખાતા દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજના અંગે માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ફળપાકોના એકમ વિસ્તારમાં મહત્તમ ફળઝાડના વાવેતર થકી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે છે.રાજ્યના ખેડૂતો ક્રોપ ડાઇવર્સીફીકેશન કરી આંબા અને જામફળ સહિતના ફળપાકમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ તેમજ કેળ પાકમાં ટીસ્યુકલ્ચર ટેકનોલોજી અપનાવી પોતાની આવકમાં વધારો કરી કરી શકે છે.રાજ્યના ખેડૂતો બાગાયતી પાકોમાં ફળપાકોનું ગુણવત્તાયુક્ત કલમો અને રોપાથી વાવેતર કરતા થાય તે માટે જ રાજ્ય સરકારે વધુ એક પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે.આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં રૂ. 4500 લાખ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.

મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, આ નવી યોજના હેઠળ ખેડૂતોને આંબા પાકના વાવેતરમાં કલમ દીઠ મહત્તમ રૂ. 100 અથવા પ્રતિ કલમ ખરેખર થયેલ ખર્ચ બંનેમાંથી જે ઓછું હોય તેને ધ્યાને લઇ મહત્તમ રૂ. 40,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે.આ ઉપરાંત પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટિંગ મટીરીયલના ખર્ચના 50 ટકા લેખે મહત્તમ રૂ. 10,000 પ્રતિ હેકટર સહાય ખાતાદીઠ મહત્તમ 20હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે.તેમણે ઉમેર્યું કે, જામફળ પાકમાં કલમ કે ટીસ્યુ રોપા દીઠ મહત્તમ રૂ. 80 અથવા પ્રતિ કલમ/ટીસ્યુ રોપા દીઠ ખરેખર થયેલ ખર્ચ બંનેમાંથી જે ઓછું હોય તેને ધ્યાને લઇ મહત્તમ રૂ. 44,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે.પ્રથમ વર્ષે આંતર પાકમાં અન્ય બાગાયતી પાકના પ્લાન્ટિંગ મટીરીયલના ખર્ચના 50 ટકા લેખે મહત્તમ રૂ. 6,000 પ્રતિ હેકટર સહાય ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે.આવી જ રીતે કેળપાકમાં પણ ટીસ્યુકલ્ચર રોપા દીઠ મહત્તમ રૂ.5 સહાય ધ્યાને લઇ મહત્તમ રૂ. 15,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે.

મંત્રી પટેલે કહ્યું હતું કે, આ યોજના થકી ગુજરાતમાં આંબા પાકનો વાવેતર વિસ્તાર 2500 હેકટર, જામફળ પાકનો વાવેતર વિસ્તાર 2000 હેકટર તથા કેળ પાકનો વાવેતર વિસ્તાર 15,000 હેક્ટર વિસ્તાર મળી રાજ્યમાં બાગાયતી પાકનો વાવેતર વિસ્તાર કુલ 19,500 હેકટર જેટલો વધારવાનું રાજ્ય સરકારનું આયોજન છે.આ લક્ષ્યાંકને પહોંચી વળવા બાગાયત ખાતાની નવી યોજના ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.સંપૂર્ણપણે પારદર્શિતાના અભિગમ સાથે ફળ પાક ઉત્પાદકતા વધારવા માટેના આ કાર્યક્રમ અંતર્ગત મળવાપાત્ર સહાય DBTના માધ્યમથી સીધા જ ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવશે,તેમ તેમણે ઉમેર્યું હતું.કૃષિ મંત્રીએ આ યોજનાના અમલીકરણ બદલ રાજ્યના ખેડૂતો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

મ્યુનિ. ના સુપરવાઇઝરના લગ્ન તોડાવવા તેની પત્નોનીના ઇન્સ્ટા પર મેસેજ : તારી મમ્મીની ખુશી માટે હા કહ્યું હતું, બટ કેવીનને ત્રણ વર્ષથી લવ કરૂ છું
જાણો, દેશમાં 2100 જેટલા રાજકિય પક્ષો પર ચુંટણીપંચ લેશે એકશન, ટેકસ ચોરી અને એકાઉન્ટમાં કરી છે ગરબડ
મહુવાના તરસાડીના ખેતરમાંથી દારૂ ઝડપાયો
USની કોસ્મેટિક કંપની રેવલોનને ખરીદવા રિલાયન્સની વિચારણા
નાગરિકોને હવે ગુજરાત સરકાર પર એક પૈસાનો પણ ભરોસો નથી, તમે જનતાના સેવક છો માલિક નહી: હાઇકોર્ટ
Share This Article
Facebook Email Print
Previous Article શંકરસિંહ વાઘેલાની વધુ એક ભાજપ વિરોધી નેતા સાથે મુલાકાત
Next Article દેશમાંથી થતી કુલ નિકાસમાં ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી ટોપ ઉપર : જાણો વિગતવાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up