– આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અગ્રસચિવ સાથે બેઠક યોજશે
– “ઇ-ચલણ”ના અમલીકરણ સંદર્ભે વિગતવાર ચર્ચા હાથ ધરી
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપે બહુમતીથી નવી સરકારની રચના પણ કરી દીધી છે.ગઇ કાલે નવી સરકારના નવા મંત્રીઓએ શપથ લીધા હતા અને પદ પણ સંભાળી લીધા છે.આજે સવારે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પોતાના પદનો કાર્યભાર સંભાળી લીધો છે.જેમાં હર્ષ સંઘવીને ગૃહ રાજ્ય મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે.અને કામે પણ લાગી ગયા છે.
"ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ગુજરાત"
પોલીસ વિભાગની કાર્ય પદ્ધતિને ડિજિટલ કરવાની દિશામાં આજરોજ સ્વર્ણિમ સંકુલ-૨ સ્થિત મારા કાર્યાલય ખાતે "ઇ-ચલણ"ના અમલીકરણ સંદર્ભે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને વિગતવાર ચર્ચા હાથ ધરી. pic.twitter.com/dL1SLilwAe
— Harsh Sanghavi (@sanghaviharsh) December 13, 2022
આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમનો કાર્યભાર સંભાળ્યો હતો અને આજથી જ બેઠકનો દોર શરૂ થઇ ગયો છે.જેમાં CM ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અગ્રસચિવ,મુખ્ય સચિવ અને CMO ટીમ સાથે વન ટુ વન બેઠક કરશે.આ બેઠકમાં વિવિધ યોજનાઓ સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે.તેવી જ રીતે હર્ષ સંઘવી પણ કામે લાગી ગયા છે.અને ચાર્જ સભાળતાની સાથે જ પહેલા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ડિપાર્ટમેન્ટની બેઠક બોલાવી હતી.આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.તેની જાણકારી ખુદ હર્ષ સંઘવીએ સોશિયલ મિડીયા પર આપી હતી.ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે પોલીસ વિભાગની કાર્ય પદ્ધતિને ડિજિટલ કરવાની દિશામાં આજરોજ સ્વર્ણિમ સંકુલ-2 સ્થિત મારા કાર્યાલય ખાતે “ઇ-ચલણ”ના અમલીકરણ સંદર્ભે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને વિગતવાર ચર્ચા હાથ ધરી.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીપદનો કાર્યભાર મંગળવારે 13મી ડિસેમ્બરે સવારે શુભ મુહૂર્તમાં વિધિવત્ સંભાળ્યો છે.આજથી જ નવી સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે.અને બેઠકનો દોર ચાલી રહ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે 6 વાગ્યે મુખ્ય અગ્રસચિવ અને મુખ્ય સચિવ તથા સીએમઓની ટીમ સાથે બેઠક કરશે.