અમદાવાદ તા.2 : ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (ગુન્ટેરા) એ તેની સામે રજીસ્ટર કરાયેલા રીયલ એસ્ટેટ પ્રોજેકટોનો વાર્ષિક રિપોર્ટ રજુ કરવાની તારીખ લંબાવી છે.નિયમ મુજબ દરેક પ્રમોટરે રજીસ્ટર્ડ પ્રોજેકટ માટે નાણાકીય વર્ષના 6 મહિનામાં ફોર્મ 5 માં વાર્ષિક રિપોર્ટ રજુ કરવાનો હોય છે.2019-20 માટે ફાર્મ-5 રજૂ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી,હવે 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવાઈ છે.કોવિડ 19 મહામારી અને વાર્ષિક પાલનમાં કેટલીય કાનુની સંસ્થાઓએ મુદત લંબાવી એના સંદર્ભમાં આ મુદત લંબાવાઈ છે.પ્રમોટરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ લંબાવાયેલી મુદતમાં ફોર્મ-5 રજૂ કરવું રહેશે.