ગુજરાતમાં બળાત્કારના ગુનાથી માંડીને કરપીણ હત્યા કરનારા ખૂનીઓનું પગેરું શોધીને બિહારમાંથી ગૂનેગારોને પકડવાથી માંડીને ખૂની ટોળકી દ્વારા કરાયેલ હત્યાના ૭ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં સફળ રહેલા ગુજરાતના પાંચ પોલીસ અધિકારીઓનું કેન્દ્રના ગૃહ મંત્રીના મેડલ ફોર એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશન,૨૦૨૦ના એવોર્ડથી સન્માન કરાયું છે.
ગુજરાતના પાંચ પોલીસ અધિકારીઓની આ મેડલના વિજેતા માટે પસંદગી કરાઈ છે.જેમાં પીયૂષ પિરોજીયા,ડેપ્યુટી સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ,પિૃમ રેલવે,રાજકોટ, અભિજીતસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કમિશનર,સુરત, રાજાભાઈ કરામાતા, સબ- ઈન્સ્પેક્ટર વિથ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ (ર્જીંય્),અમરેલી,બળવંતસિંહ બારીયા, આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર સુરત શહેર પોલીસ,અને પિનલભાઈ ચૌધરી,હેડ કોન્સ્ટેબલ,સુરત શહેર પોલીસનો સમાવેશ થાય છે.
૧૭ પોલીસ અધિકારી, કર્મીને રાષ્ટ્રપતિ દ્વારા ચંદ્રક અપાશે
રાષ્ટ્રપતિ દ્વારા અપાતા ચંદ્રક માટે ગુજરાતમાં વિશિષ્ટ સેવા ચંદ્રક અધિક પોલીસ મહાનિર્દેશક નીરજા ગોટરં અને પોલીસ સબ ઇન્સ્પેકટર એન વી વધાસિયાને, પ્રશંસનિય સેવા ચંદ્રક ના.પો. અધિ. S.K.ત્રિવેદી, V.M.જાડેજા, J.S.ચાવડા, S.L.ચોધરી, આશુતોષ કે પરમાર, L.D.રાઠોડ, R.L.ડાખરા, R.L.સંધાણી, પીએસઆઇ સંજય એ કનોજીયા, મ.સબ ઇન્સ્પેકટર દીપસિંહ કે પટેલ, હેકો ભાનુભાઇ ભરવાડ, ભરત મુંગરા, સુરેશ નાયર, ધીરજ પરમાર, સુરેશ પટેલ, કોન્સ્ટેબલ સુરેશ વણઝારા અને રવિન્દ્ર ઘોડેને આપવામાં આવશે.