By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતના પોલીસના નવા લોગો સાથે બે વર્ષે ત્રણ જોડી ‘ડ્રેસ’નું કાપડ અપાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતના પોલીસના નવા લોગો સાથે બે વર્ષે ત્રણ જોડી ‘ડ્રેસ’નું કાપડ અપાશે
AhmedabadGujarat Now

ગુજરાતના પોલીસના નવા લોગો સાથે બે વર્ષે ત્રણ જોડી ‘ડ્રેસ’નું કાપડ અપાશે

HM News
Last updated: 29/02/2020 7:18 AM
HM News
5 years ago
Share
SHARE

પોલીસ ગણવેશ કમિટીના નિર્ણયોની અમલવારી કરાવવા આદેશ

 અમદાવાદ

– અત્યાર સુધી જિલ્લાવાઈઝ અલગ ઓળખની છાપ દૂર કરી ગુજરાત પોલીસની એકસરખી ઓળખ રહે તે માટે ગુજરાત પોલીસ ગણવેશ કમિટીએ મહત્વના નિર્ણય કર્યા છે. ગુજરાત પોલીસના નવા લોગોને યુનિફોર્મ આર્ટિકલ તરીકે સમાવિષ્ટ કરી શર્ટની ડાબી બાજુની બાંય પર લગાવવા નિર્ણય કરાયો છે. પોલીસકર્મીઓને નવા લોગો સાથે દર બે વર્ષે ત્રણ જોડી ડ્રેસનું કાપડ અપાશે.
ગુજરાત પોલીસ ગણવેશ કમિટીની મીટિંગ બાદ DGP શિવાનંદ ઝાએ પોલીસ વર્દીમાં ફેરફારનો અમલ કરવાની સૂચના આપતો પરિપત્ર તા. ૨૬ ફેબ્રુઆરીએ જારી કર્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે, લોકરક્ષક, પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સંવર્ગના પુરૂષ અને મહિલા પોલીસકર્મીઓના યુનિફોર્મ તરીકે આપવામાં આવતા વેબ બેલ્ટમાં GP લખાણવાળું સ્ટેનલેસ સ્ટીલનું બકલ રહેશે. આ પ્રકારના બકલ મળી રહે તે માટે સ્થાનિક ઉત્પાદકો, વિક્રેતાઓ સાથે પરામર્શ કરવા સૂચના અપાઈ છે.
પોલીસ કર્મચારીઓના શોલ્ડર બેઝમાં શહેર-જિલ્લાને નિર્દિષ્ટ કરતો પિત્તળનો ત્રિવર્ણ ચેસ્ટ પર જમણી બાજુ નેમપ્લેટ નીચે પોકેટના ફ્લેપ પર
લગાવવાનો રહેશે.
હાલમાં શર્ટની ડાબી બાજુની બાંય પર MT કે વાયરલેસના બેજ તેમજ શેવરોન લગાવવામાં આવે છે તે શર્ટની જમણી બાજુની બાંય પર લગાવવાના રહેશે. શર્ટની ડાબી બાજુની બાંય પર ગુજરાત પોલીસનો નવો લોગો લગાવવાનો રહેશે. આ સુચનાનો અમલ કરાવવા માટે તમામ પોલીસ અધિકારી, કર્મચારીને જાણ થાય તેવો પ્રબંધ કરાવવાનો રહેશે.
ગણવેશ કમિટીની બેઠકમાં ગુજરાત પોલીસનો લોગો અને યુનિફોર્મ ક્લોથ દર બે વર્ષે ત્રણ નંગ આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જરૂરિયાત મુજબના નવા લોગોની માગણી દર વર્ષે કરવામાં આવતાં ક્લોધિંગ ઈન્ડેન્ટમાં કરવાની રહેશે.
ગણવેશ કમિટીની બેઠકમાં તમામ પોલીસ કર્મચારીઓની નેઈમ પ્લેટ એકસૂત્રતા જળવાય તે રીતે તૈયાર કરવા નિર્ણય લેવાયો હતો. એક્રેલીક નેઈમ પ્લેટની ઊંચાઈ 2.3 સે.મી. અને પહોળાઈ 9.4 સે.મી. રાખવાની રહેશે અને ગુજરાતીમાં વિગતો લખવાની રહેશે. નિશ્ચિત ફોન અને સાઈઝ સાથે કર્મચારીનું સરકારી રેકર્ડ મુજબનું નામ, હોદ્દો, બક્કલ નંબર અને શહેર-જિલ્લાની વિગતો નેઈમ પ્લેટમાં લખવાની રહેશે. ગુજરાત પોલીસની ઓળખની એકસૂત્રતા જાળવવા આવશ્યક પ્રક્રિયા કરાયાના અઢી મહિને પોલીસ તંત્રમાં એકસરખી ઓળખરૂપ ડ્રેસની તૈયારી કરવામાં
આવી છે.

સુરત આવેલા શિવસેનાના એક ધારાસભ્યની તબિયત લથડી, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદઃ અમિત શાહે કોચરબ આશ્રમ ખાતે દાંડી સાયકલ યાત્રાનો કરાવ્યો પ્રારંભ
સુરત સાયબર ક્રાઇમની ટીમે દરોડા પાડી રૂ. 1.41 કરોડની રોકડ પકડી પાડી, એકની અટકાયત
દીવમાં બ્યુટીફિકેશન પ્રોજેકટનો સામાન ચોરનાર ૯ની ધરપકડ
કોરોનાનો કહેર, વડોદરામાં વધુ 4 કેસ પોઝિટીવ
Share This Article
Facebook Email Print
Previous Article ખંભાત તોફાન મામલે 102ની ધરપકડ, વોન્ટેડને પકડી પાડવા 5 ટીમ મેદાનમાં
Next Article મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે 7મી માર્ચે અયોધ્યા જશે. રામલલાના કરશે દર્શન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up