– સીઆઇડી ક્રાઇમના એડીશ્નલ ડીજીને અમદાવાદમાં કફર્યુગ્રસ્ત વિસ્તારોનો હવાલો સુપ્રત થયો છે
સેન્ટ્રલ ગર્વમેન્ટની ધી એપોઇન્મેન્ટ કમીટી ઓફ ધ કેબીનેટ દ્વારા દેશના સિનીયર કક્ષાના આઇપીએસ અધિકારીઓને સેન્ટ્રલ ડેપ્યુટેશન માટે એડીશ્નલ ડીજીની કક્ષામાં ઇમપેનલમેન્ટ કરતો ૧૭ અધિકારીઓના હુકમમાં અમદાવાદમાં કફર્યુગ્રસ્ત વિસ્તારોના ઓફિસરઓન સ્પેશ્યલ ડયુટી અને સીઆઇડી ક્રાઇમના એડીશ્નલ ડીજીપી કક્ષાના ૧૯૯૧ બેચના અકિલા શમશેરસિંઘની પસંદગી કરતા તેઓના વિશાળ શુભેચ્છકોમાં હર્ષની લાગણી જન્મી છે.
લોખંડી હાથે કામ લેવા માટે જાણીતા અને સ્વચ્છ છબી ધરાવતા આ સિનીયર આઇપીએસની કાર્યક્ષમતા ધ્યાને લઇ અમેરીકન પ્રમુખ ટ્રમ્પની અકીલા અમદાવાદની મુલાકાત દરમિયાન તેઓને ખુબ જ મહત્વની જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી.કોરોના વાયરસની મહામારીમાં કફર્યુગ્રસ્ત વિસ્તારના લોકો ઘરમાં જ રહે તે માટે જડબેસલાક વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે ગૃહ મંત્રાલય દ્વારા તેઓની વિશેષ પસંદગી થઇ છે.અમદાવાદના કફર્યુગ્રસ્ત વિસ્તારોમાં અવારનવાર ઘરની બહાર મધરાત્રે અને વ્હેલી સવારે નિકળવાની ટેવ ધરાવતા લોકોમાં ધાક બેસાડવા માટે ડ્રોનથી ટ્રેકીંગ કરી ઓચિંતા મધરાત્રે અને પરોઢે ઘોડેશ્વારો મોકલવાનો તથા ખાસ બાઇકોમાં પોલીસ અને અર્ધલશ્કરી દળ મોકલવાની તેમની ટ્રીક કારગત નિવડી છે.
દેશના વિવિધ રાજયોના જે ૧૭ એડીશ્નલ ડીજીપી કક્ષાના અધિકારીઓને કેન્દ્રમાં પણ એડીશ્નલ ડીજીપી અને તેની સમકક્ષ જગ્યા માટે ઇમપેનલમેન્ટ કરાયા છે તેમાં આંધ્ર,બિહાર,જમ્મુ-કાશ્મીર,એમપી,યુપી અને તામીલનાડુના અધિકારીઓનો સમાવેશ છે.દરમિયાન આઇએએસ કક્ષાએ કેન્દ્રએ આવા કપરા સંજોગો વચ્ચે જે ફેરફારો કર્યા તેનો હવાલો આપી ગુજરાતમાં પણ આઇએએસ કક્ષાએ તથા બઢતીપાત્ર એસપી કક્ષાના અધિકારીઓએ બઢતીની માંગ દોહરાવી છે.તંત્ર કોરોના વાયરસ સામે લડવા ગળાડુબ હોવાથી સમય ન મળે તે સ્વભાવિક છે.અત્રે યાદ રહે કે ડીવાયએસપી કક્ષાએ ખાલી સ્થાનો ભરવા ખાસ યાદ રાખી હુકમો કરી તંત્ર કોઇ સ્થાન ખાલી ન રહે તે માટે પણ ખાસ કાળજી રાખે છે.