ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તા. ૧લી મેથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા ૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે.મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોના વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે.
ગુજરાતમાં આવતીકાલથી 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી આપવાનું શરૂ કરવામાં આવશે.
– કોરોના સામે રસીકરણને લઈને મહત્વનો નિર્ણય
– આવતીકાલથી ગુજરાતના 10 જિલ્લામાં મળશે રસી
– 18 વર્ષથી વધુ વયજૂથનાને મળશે રસી
કેન્દ્ર સરકાર દ્વારા 1લી મેથી દેશભરમાં 18થી 44 વર્ષની વચ્ચેના લોકો માટે કોરોના રસીકરણની જાહેરાત કરી હતી.ત્યાર બાદ આવતીકાલથી ગુજરાતમાં રસીકરણનું અભિયાન શરૂ થશે કે નહીં તે ગઈ કાલ સુધી નક્કી ન હતું. CM રૂપાણીએ પણ ગઈ કાલે કહ્યું હતું કે હજુ 15 દિવસ બાદ કોરોના રસીકરણની શરૂઆત થાય તેવી શક્યતા છે.પરંતુ આજે ફરી એક વખત CM રૂપાણીએ જાહેરાત કરી છે જેમાં ગુજરાતના 10 જિલ્લાઓમાં 1લી મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસેથી કોરોના રસીકરણ કરવામાં આવશે.
1. કચ્છ
2. મહેસાણા
3. ગાંધીનગર
4. ભરૂચ
5. રાજકોટ
6. જામનગર
7. અમદાવાદ
8. સુરત
9. વડોદરા
10. ભાવનગર