ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ચાર્જ સાંભળ્યો, કેબીનેટ મંત્રીઓને મળ્યા

HM News
3 Min Read

– ગઈકાલે ગાંધીનગર ખાતે ભુપેન્દ્ર પટેલ,કેબીનેટ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા

અમદાવાદ, 13 ડિસેમ્બર 2022, મંગળવાર : ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ચાર્જ સાંભળ્યો. ભુપેન્દ્ર પટેલ અને કેબીનેટ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓએ ગઈકાલે ગાંધીનગર ખાતે શપથ લીધા હતા.ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સતત બીજી વખત સીએમ બન્યા છે.ગઈકાલે કેબિનેટની બેઠક મળી હતી અને મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી કરાઈ હતી.આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિ સંકુલ પહોચ્યા હતા.મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળમાં સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો ચાર્જ લઈ સાંભળી લેશે.

આ મંત્રીઓ પોતાનો ચાર્જ સંભાળશે….

– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન,ગૃહ અને પોલીસ હાઉસીંગ,મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન,શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ,પંચાયત,માર્ગ અને મકાન અને પાટનગર યોજના,ખાણ અને ખનિજ,યાત્રાધામ વિકાસ,નર્મદા અને કલ્પસર,બંદરો,માહિતી અને પ્રસારણ,નશાબંધી અને આબકારી,વિજ્ઞાન અને પ્રૌધોગિકી,તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવેલ વિષયો

– કેબિનેટ મંત્રી કનુભાઇ મોહનભાઇ દેસાઇ : નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
– કેબિનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલ : આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ,ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ,કાયદો,ન્યાયતંત્ર,વૈધાનિક અને સંસદીય બાબતો
– કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ : કૃષિ, પશુપાલન,ગૌસંવર્ધન,મત્સ્યોદ્યોગ,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ,
– કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત : ઉદ્યોગ, લઘુ,શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ,કુટીર,ખાદી અને ગ્રામોદ્યોગ,નાગરિક ઉડ્ડ્યન,શ્રમ અને રોજગાર
– કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા : જળસંપત્તિ અને પાણી પુરવઠા,અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
– કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા : પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,વન અને પર્યાવરણ,ક્લાઇમેટ ચેન્જ
– કેબિનેટ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર : આદિજાતી વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
– કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા : સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ
– રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવી : રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન,બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ,વાહનવ્યવહાર,ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ,નાગરિક સંરક્ષણ,જેલ,સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), – ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
– રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) : સહકાર,મીઠા ઉદ્યોગ,છાપકામ અને લેખન સામગ્રી,પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ,શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ,કુટીર,ખાદી અને ગ્રામોદ્યોગ,નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
– રાજ્ય કક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી : મત્સ્યોદ્યોગ અને પશુપાલન
– રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઇ મગનભાઇ ખાબડ : પંચાયત,કૃષિ
– રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઇ જે. પટેલ : વન અને પર્યાવરણ,ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
– રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા : સંસદીય બાબતો,પ્રાથમિક,માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ,ઉચ્ચ શિક્ષણ
– રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ ચતુરસિંહ પરમાર : અન્ન અને નાગરિક પુરવઠા,સામાજિક ન્યાય અને અધિકારીતા
– રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઇ હળપતી : આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસ

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *