ગાંધીનગર,તા.23
રાજ્યના ગૃહ વિભાગે દ્વારા શુક્રવારે મોડી સાંજે 6 આઇપીએસ અધિકારીઓની બદલીના આદેશ અપાયા તેમજ આર્મ સિરિટ રાજકોટના આઈજી પીકે રોશન સહિત ત્રણ આઈજી લેવલના અધિકારીઓને એડિશનલ ડીજીમાં ભરતી આપીને તે જ જગ્યા પર નિમણૂંક આપવામાં આવી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નવા ડીસીપી તરીકે ચૈતન્ય માંડલિક, જેસીપી ક્રાઇમ તરીકે અમદાવાદ સ્પેશલ બ્રાન્ચના જેસીપી પ્રેમવીરસિંહને નિમણૂક આપાઈ છે.
રાજ્યના 6 આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમોમાં 1998 બેંચના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી જેસીપી અમિત વિશ્વકર્માને એટીએસમાં મુકાયા છે,સાથે તેમને કોસ્ટલ સિક્ટોરિટીનો વધારાનો હવાલો અપાયો છે.2000 બેચના આઈજીપી વી ચંદ્રશેખરને અમદાવાદ રેન્જ આઈજી,2005 બેંચના અમદાવાદ શહેર એડિશનલ સીપી પ્રેમવીરસિંહને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી અને અમદાવાદ શહેર સ્પેશિયલ બ્રાન્ચનો વધારાના હવાલાની જવાબદારી અપાઈ છે.
2008 બેંચના ટેક્નિકલ સર્વિસિસના એસપી નિરજ બડબૂજરને સાબારકાંઠા એસપી, 2001 બેંચના સાબાારકાંઠા એસપી ચૈતન્ય માંડલિકને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નવા ડીસીપી, અને એસઆરપી ગ્રુપ 8 ગોંડલના કમાન્ડન્ટ જગદીશ ચાવડા આઈબીમાં મુકાયા છે. ઉપરાંત 1996 બેન્ચના ત્રણ આઈપીએસ અધિકારીઓને આઈજી કેડરમાંથી એડિશનલ ડીજી કેડરમાં બઢતી અપાઈ છે.જેમાં લો એન્ડ ઓર્ડરના આઈજી નરસિમ્હા કોમરને એ જ જગ્યા પર એડિશનલ ડીજી બનાવાયા છે.આર્મ સિરિટ રાજકોટના આઈજી પીકે રોશનને એડિશનલ ડીજી બનાવવામાં આવ્યા છે.સુરત રેન્જના આઈજી એસ પાંડ્યા રાજકુમારને સુરત રેન્જના એડિશનલ ડીજી તરીકે બઢતી અપાઈ છે.