ગુજરાતમાં સીએમ રૂપાણીના રાજીનામા બાદ મોદી સક્રિય થયા છે.મોદીના અંગત ગણાતા તમામ નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.જેઓ તમામ બાબતો પર સીધી નજર રાખી રહ્યાં છે.જેમાં સીઆર પાટીલથી લઈને પ્રહલાદ જોશી,પ્રફૂલ પટેલ,મનસુખ માંડવિયા આ તમામ બાબતો પર સીધી નજર રાખી રહ્યાં છે. જેઓ પળેપળની વિગતો દિલ્હી સુધી પહોંચાડી રહ્યાં છે.મોદી ગુજરાતના નાથ નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે.ગુજરાતમાં સીઆરપાટીલની ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી પણ મોદીનો નિર્ણય હતો.હવે મોદી હોમ સ્ટેટમાં સીધી દખલગીરી કરી રહ્યાં છે.આ વખતે ગુજરાતના સીએમ નક્કી કરવામાં અમિત શાહ અને મોદીનો રોલ મોટો છે.
ગુજરાતના નવા મુખ્યપ્રધાનની વરણી કરવા માટે ભાજપના ટોચના નેતાઓએ ગુજરાતમાં ધામા નાંખ્યા છે ત્યારે નિરીક્ષક પ્રહલાદ જોશીનું પણ ગુજરાતમાં આગમન થયું.અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ નિરીક્ષક અને કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી કમલમ પહોંચ્યા છે. એવું કહેવાય છે.આનંદીબેન પટેલ બાદ વીજય રૂપાણીને ભાવી સીએમ ફાયનલ કરવામાં અમિત શાહનો મોટો રોલ હતો. હાલમાં સરકાર અને સંગઠન વચ્ચે 36નો આંકડો હોવાથી મોદી કોઈ પણ સંજોગોમાં ગુજરાતમાં ડખા નથી ઈચ્છતા.જેને પગલે ચૂંટણી પહેલાં જ સરકાર અને સંગઠનને સ્વીકાર્ય હોય તેવો સીએમ ફાયનલ થશે.
મધ્યપ્રદેશના રાજ્યપાલ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.મંગુભાઈ પટેલ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરમાં આવેલા ભાજપ કાર્યાયલય કમલમ ખાતે જવા રવાના થયા હતા.ગુજરાતમાં રાજકીય ઉથલપાથલને લઇ ભાજપાના દિગ્ગજોનો હાલમાં ગુજરાતમાં જમાવડો જોવા મળી રહ્યો છે.ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય પર ભાજપના નેતાઓ પહોંચ્યા છે.
કમલમમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળવાની છે.જેમા તમામ ધારાસભ્યોને હાજરી આપવા માટે સૂચન કરવામાં આવ્યુ છે.આ બેઠકમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવ,સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા,ભુપેન્દ્રસિંહ ચુડાસમા,પ્રદિપસિંહ જાડેજા સહિત પક્ષના ટોચના હોદ્દેદારો હાજર રહેવાના છે.
રાજ્યના નવા મુખ્યપ્રધાન કોણ હશે તેના પર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના ઘરે મંથન થયુ જોકે કેન્દ્રીય નિરિક્ષકે નવા મુખ્યપ્રધાન કોણ હશે તેનો અણસાર પણ આપ્યો ન હતો.અમદાવાદ એરપોર્ટથી કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમર સી.આર. પાટીલના નિવાસ સ્થાને પહોચ્યા હતા.પાટીલના ઘરે રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ. સંતોષ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા જ્યાં. નવા સીએમના નામ પર મંથન થયુ પરંતુ ત્યાંથી કમલમ તરફ જતા પહેલા નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, નવા મુખ્યપ્રધાનના નામ પર હજુ વાતચીત ચાલી રહી છે.