જમીનના કોઈ સોદા માટે ઉછીના આપેલા નાણા પરત લેવા માટે ગુજરાતના એક ધારાસભ્યએ અમદાવાદના એક વ્યક્તિને ગંદી ગાળો બોલીને ધમકી આપી છે.ત્રણેક મિનિટની ધારાસભ્યની વાતચીતની ઓડિયો ક્લિપિંગ વાઈરલ થયો છે.
ધારાસભ્ય કહે છે કે શું કર્યુ તે? પૈસા નથી આપતો, વ્યાજ કેટલુ થયુ હશે? દર મહિને વ્યાજ આપવાનું ચાલુ કર.સામે છેડેથી શખ્સ બોલે છે કે મારે સોદો બિજલ જોડે થયો છે.ધારાસભ્ય કહે છે કે તે શું વાત કરી હતી? શખ્સ બોલે છે કે એ ચિઠ્ઠી મારી નથી.
આથી ધારાસભ્ય કહે છે કે ચિઠ્ઠી તારી નથી પણ પૈસા તો તારી જોડે જ છે ને.જેથી શખ્સ કહે છે કે ના..ના..પૈસા ખેડૂત જોડે છે મારી જોડે નથી.આથી ધારાસભ્ય ગંદી ગાળો ભાંડીને કહે છે કે, લાંબો કરી નાખીશ બે મિનિટમાં.હું કંઈ ભૂવો નથી,રઘુ મહારાજ છું.પૈસા તો તારે આલવા જ પડશે.ધારાસભ્યએ આદેશ આપ્યો કે તું મને સાંજે ૬ વાગ્યે આવીને મળી જા.આથી સામે છેડેથી શખ્સ ધારાસભ્યને કહે છે કે હું અત્યારે મહેસાણા છું તમને ફોન કરું છું