By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતની આ પાલિકામાં ભાજપ વિરુદ્ધ ભાજપ, ચૂંટણી પહેલા અસંતોષ આવ્યો સપાટી પર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > ગુજરાતની આ પાલિકામાં ભાજપ વિરુદ્ધ ભાજપ, ચૂંટણી પહેલા અસંતોષ આવ્યો સપાટી પર
GeneralVadodara

ગુજરાતની આ પાલિકામાં ભાજપ વિરુદ્ધ ભાજપ, ચૂંટણી પહેલા અસંતોષ આવ્યો સપાટી પર

HM News
Last updated: 03/08/2022 9:00 AM
HM News
3 years ago
Share
SHARE

બોરસદ પાલિકામાં ભાજપના જ સભ્યો ભાજપ સામે થતા શહેરનો વિકાસ રૂંધાયો છે.ભાજપના 12 સભ્યોએ અપક્ષ અને આમ આદમી પાર્ટીના સભ્યોની તરફેણમાં મતદાન કરી 27 પૈકી 17 વિકાસના કામોમાં અવરોધ ઉભો કરતા બોરસદ નગરપાલિકાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

બોરસદના ઇતિહાસમાં દોઢ વર્ષ અગાઉ પ્રથમ વખત ભાજપને ગત ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થતા ભાજપે બોરસદ પાલિકામાં સત્તા સંભાળી હતી અને ત્યારે નગરજનોને લાગતું હતું કે હવે શહેરનો વિકાસ થશે પરંતુ 20 સભ્યોના ટેકા સાથે સર્વ સમતીથી નગરપાલિકાના પ્રમુખ પદે આરાતીબેન પટેલને બેસાડ્યા બાદ ભાજપના જ 12 સભ્યો એ શરૂઆતથી જ પ્રમુખ સામે બંડ પોકાર્યું હતું.જોકે અંદર ખાને શહેરના વિકાસમાં અવરોધ ઉભો કરતા 12 જેટલા ભાજપના સભ્યો સતત બે બોર્ડ બેઠકથી ખુલીને બહાર આવ્યા છે.ગત 30 જુલાઇના રોજ યોજાયેલ બોર્ડ બેઠકમાં શહેરના વિકાસના કામોમાં અપક્ષ અને આમ આદમી પાર્ટીના સભ્યોએ વિરોધ નોંધાવી સુધારા રજુ કરતા ભાજપના 12 બળવાખોર સભ્યોએ વિપક્ષને ટેકો આપી ત્રિમાસિક હિસાબ ના મંજુર કરતા બળવાખોર સભ્યોની વિકાસ વિરોધી વૃત્તિ સામે આવતા ચકચાર મચી છે.

બોરસદ પાલિકામાં ભાજપ દ્વારા સત્તા સંભાળતાની સાથે બોર્ડ બેઠક પહેલા પ્રભારીની હાજરીમાં પ્રિ બોર્ડ બેઠક બોલાવવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી અને બે દિવસ પૂર્વે યોજાયેલ બોર્ડ બેઠક પહેલા પણ પ્રી બોર્ડ બેઠક યોજાઇ હતી.જેમાં શહેરના વિવિધ વિકાસ કામોના એજન્ડા તમામ ભાજપના સભ્યોને આપવામાં આવ્યા હતા અને તેમાં તેમનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તે સમયે તમામ વિકાસ કામોને મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી.જોકે બોર્ડ બેઠકના દિવસે જ ભાજપના 12 સભ્યો અપક્ષ અને આમ આદમી પાર્ટીના સભ્યના ખોળામાં બેસી જતા બોરસદ પાલિકાના રાજકારણમાં હડકંપ મચી જવા પામી છે.ભાજપના જ 12 સભ્યોના વિરોધ ને લઈ હાલ તો શહેરના વિકાસમાં અવરોધ ઉભો થયો છે અને અગાઉની જેમ જ આ વર્ષની ગ્રાન્ટ પણ લેપ્સ થાય તેવા સંજોગ ઉભા થાય છે.

મહિલા સભ્યોના પતિ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા

આ સાથે એક મહિલા સભ્ય દ્વારા પણ ભાજપના 4 જેટલા મહિલા સભ્યોના પતિ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.બોર્ડ બેઠક સહિત પાલિકાના કામોમાં આ 4 મહિલા સભ્યોના બદલે તેમના પતિ વહીવટ કરતા હોવાના પણ આક્ષેપ લાગ્યા છે.હાલ તો ભાજપના 12 સભ્યોની બળવાખોરીને લઈ નગરજનોમાં રોષ ઉભો થયો છે અને પાલિકા પ્રમુખ દ્વારા ત્રિમાસિક હિસાબના મંજુર કરવામાં ભાજપના જ સભ્યોએ મત આપ્યો હોય પાલિકા અધિનિયમ મુજબ આ બળવાખોરો વિરુદ્ધ સંગઠનમાં ફરિયાદ કરવા સાથે તેમની વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવા કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે.

Navratri 2022 : સંતાન સુખની પ્રાપ્તિ માટે આજે પાંચમા નોરતે કરો સ્કંદમાતાની આરાધના
શું પાકિસ્તાનનું બદલી રહ્યું છે મન ? 126 વર્ષ જુનાં આ હિંદુ મંદિરનું કરાવ્યું સમારકામ
EXCLUSIVE : ગુજરાતના મુખ્યમંત્રીનું નામ થયું ફાઈનલ,જાણો વિગતે
સુરત : રાંદેર ઝોનમાં આવેલી ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની વાડીમાં વેક્સિનેશન સેન્ટરનો થયો પ્રારંભ
ગુજરાતમાં ભાજપને આઠે આઠ બેઠક મળી
Share This Article
Facebook Email Print
Previous Article બિરયાની કૌભાંડ : એક વર્ષમાં 43 લાખની બિરયાની સફાચટ કરી ગયા અધિકારીઓ!
Next Article અહેમદ પટેલની દીકરી મુમતાઝનો મોટો ધડાકો,કહ્યું કે તક મળી તો ભરૂચમાંથી ચૂંટણી લડીશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up