અમદાવાદ 24 ફેબ્રુઆરી, 2022: ઝાયડસ ગ્રૂપે તેની લિસ્ટેડ કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડની નવી ઓળખ ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ સાથે નવી બ્રાન્ડ ઓળખની જાહેરાત કરી છે.કંપનીની નવી બ્રાન્ડ ઓળખ પર્પલ અને ટીલ કલર્સમાં બે હ્રદયોને જોડે છે,જે કાળજી અને પોષણ સાથે વિજ્ઞાન અને ઇનોવેશનની તેની કટિબદ્ધતાને પ્રદર્શિત કરે છે.હેલ્થકેરમાં 70 વર્ષથી વધુના સમૃદ્ધ વારસાને આધારે આજે ગ્રૂપ અગ્રણી,ઇનોવેશન-સંચાલિત વૈશ્વિક લાઇફસાયન્સિસ કંપનીઓ પૈકીની એક છે.
સંસ્થાના નવા વિઝનનો પ્રારંભ કરતાં ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના ચેરમેન પંકજ પટેલે કહ્યું હતું કે અમે વિજ્ઞાન અને ઇનોવેશન દ્વારા પેશન્ટ-કેન્દ્રિત સોલ્યુશન્સ પ્રદાન કરવાના અમારા પ્રયાસોમાં સતત વિકાસ અને બદલાવમાં વિશ્વાસ રાખીએ છીએ.વિશિષ્ટ અભિગમ સાથે અમે વૈશ્વિક સ્તરે હેલ્થકેર પડકારોનો ઉકેલ તેમજ તંદુરસ્ત સમાજની રચના કરી રહ્યાં છીએ.આ કટિબદ્ધતાને પ્રદર્શિત કરતાં અમે નવી સંભાવનાઓ તપાસવા માટે સતત પ્રયાસ કરતાં રહીશું કે જે જીવન ઉપર સકારાત્મક પ્રભાવ કરે તથા લોકોને સક્ષમ બનાવે.


