ગુજરાતમાં છ મહાનગરપાલિકાના 144 વોર્ડની કુલ 576 બેઠક માટે યોજાનાર ચૂંટણીમાં કુલ 2276 ઉમેદવારો તેમના નસીબ અજમાવી રહ્યાં છે.જેમાં ભાજપના 575 ઉમેદવારો, કોંગ્રેસના 564 ઉમેદવારો,આમ આદમી પાર્ટીના 469 તેમજ અન્ય રાજકીય પક્ષ અને અપક્ષ 668 ઉમેદવારો સહીત કુલ 2276 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.
ભાજપ-
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની છ મહાનગરપાલિકાની 576 બેઠકો ઉપર ઉમેદવારોને ચૂંટણી લડાવી રહ્યું છે.ગુજરાતની છ એ છ મહાનગર પાલિકાની તમામે તમામ બેઠક ઉપર એક માત્ર ભારતીય જનતા પાર્ટી જ ચૂંટણી લડી રહ્યું છે. અમદાવાદના નારણપૂરા વોર્ડની એક બેઠક ઉપર ભાજપના મહિલા ઉમેદવાદ બિનહરીફ વિજેતા જાહેર થયા છે.સુરત,રાજકોટ,જામનગર,ભાવનગર અને વડોદરાની તમામે તમામ બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યું છે.
કોંગ્રેસ-
કોંગ્રેસ માત્ર વડોદરા મહાનગરપાલિકાની તમામે તમામ 76 બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યું છે.કોંગ્રેસે છ મહાનગરપાલિકાની 576 બેઠકની સામે 564 ઉમેદવારોને જ મેદાને ઉતાર્યા છે.કોઈને કોઈ કારણોસર અમદાવાદ,સુરત,રાજકોટ,ભાવનગર અને જામનગરમાં 12 ઉમેદવારો ચૂંટણી નથી લડી રહ્યાં.
અન્ય-
આમ આદમી પાર્ટી અને AIMIM પણ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં પોતાનું રાજકીય ભવિષ્ય અજમાવી રહ્યા છે.પરંતુ આ બન્ને પક્ષ મહાનગરપાલિકાઓની ભાજપ કે કોંગ્રેસની માફક તમામે તમામ બેઠકો પર નથી લડી રહ્યાં માત્ર ગણતરીની બેઠકો ઉપર જ ચૂંટણી લડી રહ્યાં છે.


