– સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે
– ગુજરાતમાં જ્યાં વીજળી કાપ છે ત્યાં પણ 24 કલાક વીજળી આપવામાં આવશે
– 31 ડિસેમ્બર 2021 પહેલાંનાં તમામ જૂના બિલ માફ કરશે
સુરત : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તા પક્ષ ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષ કામે લાગ્યા છે.ખાસ કરીને આવનારી વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપને કારમી હાર આપવા માટે આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે.ત્યારે આજે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાટીદારનાં ગઢ ગણાતા સુરતમાં આવ્યા હતા.અહીં તેમણે ગુજરાતની જનતા માટે ખાસ મહત્વની જાહેરાત કરી છે.
ગુજરાતમાં ચાલતા આમ આદમી પાર્ટીના વીજળી મોંઘીના અભિયાન બાદ આજે સુરતમાં અરવિંદ કેજરીવાલ પ્રથમ ગેરંટી સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે.કેજરીવાલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે.સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે.મહત્વનું છે કે ગુજરાતમાં બે મહિનાનું વિજળી બિલ આવતું હોય છે.જેથી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી કે ગુજરાતની પ્રજાને બે મહિનાની 600 યુનિટની વીજળી મફત મળશે.
સુરતમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, જે રીતે અમે દિલ્હી અને પંજાબમાં વીજળી મફત આપી રહ્યા છે તેવી જ રીતે ગુજરાતમાં પણ આપીશું.આ અમારી ગુજરાતને પહેલી ગેરંટી છે.સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે.અમારી એ છે કે બીજી ગેરંટી અમારી એ છે કે 24 કલાક વીજળી મળશે.ગુજરાતમાં જ્યાં વીજળી કાપ છે ત્યાં પણ 24 કલાક વીજળી આપવામાં આવશે.ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારે 24 કલાક વીજળી આપવી અને એ પણ ફ્રીમાં આપવી આ માત્ર કુદરતે મને જ શીખવ્યું છે.અમારી સરકારે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું છે.જ્યારે કોઈ વીજળીનો ખૂબ મોટું બિલ આવી જાય છે એ ખોટું બિલ મોકલી આપતા હોય છે અને એ વીજ બિલને ઓછું કરવા માટે સરકારી અધિકારીઓ મોટી લાંચ માગતા હોય છે. 31 ડિસેમ્બર 2021 પહેલાંનાં તમામ જૂના બિલ માફ કરવાની જાહેરાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલની સ્ટ્રેટેજીએ પ્રકારની છે કે ઝડપથી જે તે વિધાનસભા વિસ્તારમા પોતાના ઉમેદવારોની પસંદગી કરશે.જેથી નક્કી થયેલા ઉમેદવારો પોતાના વિધાનસભામાં ચૂંટણીની તૈયારી કરવા માટે પોતાના વિસ્તારમાં યોગ્ય અને પૂરતો સમય આપી શકે.ગુજરાતમાં આમ આદમી પાર્ટી અલગ-અલગ કાર્યક્રમ કરીને લોકો સુધી પહોંચી રહી છે.ત્યારે વિજળી આંદોલન તેજ કરવા માટે ખુદ કેજરીવાલ ગુજરાત આવ્યા છે અને જનતા માટે મહત્વની જાહેરાત કરી હતી.

