- ઉત્તરપ્રદેશના મોડલથી મહિલાઓને પ્રાધાન્ય આપવાની રણનીતી સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસ ૧૨૫ બેઠકો લાવશે્
વડોદરા : ગુજરાતની સાત કરોડ પ્રજામાં પ્રતિષ્ઠા અને માન ભારતીય જનતા પાર્ટી ગુમાવી ચૂકી હોવાનુ જણાવતાં પૂર્વ કેન્દ્રિય મંત્રી તથા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે,ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીએ મહિલાઓને પ્રાધ્યાન્ય આપવાની રણનીતી ઘડી છે,તેનું આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પણ કોંગ્રેસ અનુકરણ કરીને ૧૨૫ બેઠકો લાવશે.
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પત્રકારો પરિષદમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, જે પરિવારે કોરોનામાં સ્વજન ગુમાવ્યા છે. તેમના પરિવારમાંથી ટિકિટ આપવામા આવશે. તેઓને ટિકિટ આપવાનો મુખ્ય આશય આ લોકો પોતે પોતાના અધિકાર માટે ચૂંટણીમાં લડશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશની જેમ મહિલાઓને ટિકિટ આપવા માટે વિચારણા ચાલી રહી છે. ગુજરાતની પ્રજા ભાજપના શાસનથી ત્રાહિમામ પોકારી ગઇ છે. બે રોજગારીએ માઝા મૂકી દીધી છે. જેથી, કોંગ્રેસ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૧૨૫ સીટો લાવશે.
વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર પણ કરી શકે અને ના પણ કરી શકે. આ અંગેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે.કોગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ ચાલી જ રહી છે.ચૂંટણી ગમે ત્યારે આવે કોગ્રેસ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
કોરોનાના અંગે જણાવ્યું કે,કોરોનાની ત્રીજી લહેર પણ ખતરનાક છે.કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન લોકોની હાલત ખરાબ થઇ ગઇ છે.લોકોના રોજગાર ધંધા છીનવાઇ ગયા છે,કોરોનામાં મૃત્યુ પામેલાઓના આંકડા આરટીઆઇ તથા હાવર્ડ યુનિ.ના એક રિપોર્ટમાં બતાવ્યા છે તેનાથી તદ્દન વિપરીત ગુજરાત સરકાર બતાવી રહી છે.વળતર માટે એક લાખ અરજીતો આવી ગઇ છે.૬૦ હજાર અરજી તો મંજૂર કરવામાં આવી છે.૧૫ હજાર પેન્ડિંગ છે,જ્યારે કેટલીક રીજેક્ટ કરવામાં આવી છે.કોરોનામાં મત્યુ પામેલાઓ વ્યક્તિના પરિવારને રૂપિયા ચાર લાખ વળતર આપવા કોંગ્રેસની માંગ છે.સરકાર વળતર આપી કોઇ ઉપકાર કરતી નથી.તેમ સર્વોચ્ચ અદાલતે પણ જણાવ્યું છે,ત્યારે સરકારે કોરોનાની વર્તમાન સ્થિતીને ધ્યાનમાં લઈને લોકોની શક્ય તેટલી મદદ કરે તેવી કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવે છે.


