એક બેઠક જીતવા ૩૭ મત જોઈએ: બે સીટ માટે ભાજપને સાત મત ખૂટે છે : એનસીપી અને બીટીપી પર સૌની નજર
અમદાવાદ : રાજ્યસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી થઇ છે.જેમાં ભાજપની ત્રણ અને કોંગ્રેસની એક બેઠકનો સમાવેશ થાય છે.વિધાનસભામાં હાલમાં ધારાસભ્યોનું સંખ્યાબળ જોઈએ તો, કોંગ્રેસને બે બેઠકો મળશે ત્યારે ભાજપને એક બેઠકનું નુકશાન થશે. એક બેઠક જીતવા ૩૭ મત જોઈએ તે જોતા ભાજપને સાત મત ખૂટે છે. આ વખતે સાત ધારાસભ્યોનો પક્ષપલટો કરાવવો ખુબ અઘરો છે.કોંગ્રેસને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો મત મળી શકે છે.પણ આ વખતે રાજકીય પરિસ્થિતિ કંઈક અલગ છે.ભારતીય ટ્રાયબલ પાર્ટી આ વખતે કોંગ્રેસને મત આપશે કે કેમ તે એક સવાલ છે.આ ઉપરાંત એનસીપીથી પણ કોને મત આપશે તેના પર સૌની નજર છે આ ત્રણ મતો ખુબ જ મહત્વના હોઈ છોટુ વસાવા અને શંકરસિંહ વાઘેલા ‘કિંગમેકર’ બની રહેશે.


