– સુરત શહેરમાં 7 અલગ-અલગ ભાષામાં સ્કૂલો છે
સુરત, તા. 06 ઓક્ટોબર 2022, ગુરૂવાર : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.ગુજરાતની સ્કૂલો પર પ્રશ્ન ઊભો કરનારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને જડબાતોડ જવાબ આપ્યો છે.પાટિલે આપ પર પ્રહાર કરતા કહ્યું કે, કેટલાક લોકો પોતે બનાવેલી સ્કૂલો પર અહીં લોકોને ભરમાવવાનું કામ કરી રહ્યા છે.પાટિલે કહ્યું કે, ગુજરાતમાં 40 હજાર સ્કૂલો છે.
ગુજરાતમાં અદ્યતન સુવિધાઓ સાથેની સ્કૂલો છે.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સ્કૂલોમાં પણ સ્માર્ટ બોર્ડથી બાળકો ભણે છે. 21 હજાર બાળકોને તેમના વાલીઓએ પ્રાઈવેટ સ્કૂલોમાંથી કાઢીને સરકારી સ્કૂલોમાં પ્રવેશ અપાવ્યો છે.સુરત શહેરમાં 7 અલગ-અલગ ભાષામાં સ્કૂલો છે.સુરત દેશમાં એકમાત્ર શહેર છે જ્યાં 7 અલગ-અલગ ભાષામાં સ્કૂલો છે.સુરત એક મીની ભારત છે.હું બધાને આમંત્રણ આપું છું કે, સુરતની સ્કૂલો જોવા આવો.

