નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ભાજપનાં કાશ્મીરાબેન શાહ બિનહરીફ ચૂંટાયા હતા.નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે અભય શાહ અને વગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે મિતેશ ભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા હતા
વાપીઃ રાજ્યની સૌથી મોટી વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે મંગળવારે સવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ભાજપનાં કાશ્મીરાબેન શાહ બિનહરીફ ચૂંટાયા હતા.નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે અભય શાહ અને વગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે મિતેશ ભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા હતા.
મહત્વપૂર્ણ છે કે વાપી નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પાલિકાની કુલ 44 બેઠકોમાંથી 37 બેઠકો પર વિજય મેળવીને ભાજપં પ્રચંડ બહુમતિ સાથે ફરી સત્તા પર મેળવી છે.કોંગ્રેસ માત્ર 7 બેઠકો પર જ જીતી શકી હતી.
આજે નગરપાલિકાના નવા પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારીના ચેરમેનની વરણી માટે વાપી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા મળી હતી.આ સભામાં વાપી નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપના તમામ ચૂંટાયેલા સભ્યો અને વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા..

