By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતની 3 મોટી દવા બનાવતી કંપનીઓ અમેરિકાને દવા આપશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગુજરાતની 3 મોટી દવા બનાવતી કંપનીઓ અમેરિકાને દવા આપશે
GeneralGujarat Now

ગુજરાતની 3 મોટી દવા બનાવતી કંપનીઓ અમેરિકાને દવા આપશે

HM News
Last updated: 08/04/2020 8:52 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોના સંકટ વચ્ચે ભારત સરકારે દર્દીઓ માટે અસરકારક માનવામાં આવતી મેલેરિયા પ્રતિરોધક દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન પર મૂકાયેલા પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા છે. વિશ્વના અનેક દેશો તરફથી ભારતને કરવામાં આવતી વિનંતીના પગલે મોદી સરકારે હાઈડ્રોક્સીક્લોરોક્વિન અને પેરાસિટામોલ દવાઓની નિકાસ પરના પ્રતિબંધો આંશિક રીતે હટાવી લીધા છે. માનવીય આધાર પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે.

અમેરિકાએ મંગળવારે ભારત પાસે મેલેરિયાની દવા માટે દબાણ કર્યું હતું. ત્યારબાદ અનેક અહેવાલો પ્રકાશિત થયા હતા. હાલ ગુજરાતના શિરે અમેરિકામાં કોરોનાથી મરનાર લોકો માટે હાઈડ્રોક્વોરોક્વીન બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જેથી ગુજરાતની 3 મોટી દવા બનાવતી કંપનીઓ અમેરિકાને દવા આપશે. બીજી બાજુ અમેરિકા સહિત વિશ્વના દેશોમાં હાઈડ્રોક્વોરોક્વીન દવાની માંગને જોતા સરકારે પણ ગુજરાતની 3 મોટી કંપનીઓને પોતાનું ઉત્પાદન વધારવા માટે કહી દેવામાં આવ્યું છે.

ભારત પાસે મદદની આશા રાખીને બેઠેલા દેશોને હવે ગુજરાત આ દવાઓ મોકલીને મદદરૂપ થઈ શકે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની અમેરિકામાં ખૂબ જ માંગ છે. આ મુદ્દે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી. આ સમયે તેમણે મોદીને હાઈડ્રોક્સીક્લોરોક્વિન અને પેરાસીટામોલની અમેરિકામાં નિકાસ પરના પ્રતિબંધો હટાવી લેવા નહીં તો વળતા પગલા અંગે ધમકી આપી હતી. પરંતુ ભારત હંમેશાં વિશ્વના દેશો પર આવેલી મુસીબતોનો સામનો કરવા માટે તૈયાર રહે છે. તેના ભાગરૂપે અમેરિકાને દવા આપવાની વાતનો સ્વીકાર કર્યો છે.

બીજી બાજુ ગુજરાતના ફાર્મા ઉદ્યોગના જાણકારોના કહેવા પ્રમાણે, અમેરિકામાં કોરોનાનો ફેલાવો જે રીતે થઇ રહ્યો છે તેને જોતા અમેરિકન સરકારે હાઈડ્રોક્સીક્લોરોક્વિનનું ઉત્પાદન કરતી ભારતની કંપનીઓને તેનો મોટો ઓર્ડર આપ્યો હતો. તેમાં ગુજરાતની 3 મોટી કંપનીઓનો સમાવેશ થતો હતો. જોકે ભારતમાં પણ કોરોનાનો વ્યાપ વધતા કેન્દ્ર સરકારે દેશમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિનની અછત ઉભી ન થાય તે માટે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બાદમાં બંને સરકારો વચ્ચે વાતચીત થયા બાદ હવે આ દવાના જુના ઓર્ડર અને નવા ઓર્ડર બંને માટે માર્ગ ખુલ્લો થયો છે.

ગુજરાતના શિરે અમેરિકાને બચાવવા માટે મળેલા સૌભાગ્યના ભાગરૂપે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ એક રેડિયો જોકી સાથે થયેલી વાતચીતમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, અમેરિકાને ગુજરાતની ત્રણ મોટી કંપનીઓ દવા સપ્લાય કરશે. જેના લીધે રાજ્યની ત્રણ કંપનીઓને ઉત્પાદન વધારવાનું પણ કહી દેવામાં આવ્યું છે.

ગુજરાતના કોઇપણ જિલ્લામાં જવા-આવવા માટે હવે મંજુરીની જરૂર નહિ : નીતિન પટેલ
ચાઇનીઝ સંશોધનકાર કોરોના અંગે મોટો ધડાકો કરે તે પહેલાં ગોળી ધરબી નિર્મમ હત્યા
વિશ્વયુદ્ધની આશંકા: આર્મેનિયાએ અઝરબૈજાનના ચાર કિલર ડ્રોન અને એક સૈન્ય વિમાન તોડી પાડ્યું, 2 દેશો વચ્ચે ભિષણ જંગ
અદાણી પોર્ટસ દ્વારા 10 વર્ષના બુલેટ $50 કરોડ એકઠા કરાયા
આમ આદમી પાર્ટીની એન્ટ્રી ભાજપને ફળી, મહુવા તાલુકા પંચાયતની મહુવરિયા બેઠક પર 751 મતોથી જીત
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં કોમી હિંસા ભડકે તેવી પોસ્ટ ફેસબુક પર મૂકનાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ
Next Article મૌલાના સાદ પાસે છે આલિશાન ફાર્મહાઉસ, સ્વિમિંગ પૂલ અને લક્ઝરી ગાડીઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up