– ગત વર્ષની તુલનાએ આ સમયમાં 27 ટકા વધારો,
– કોરોનાકાળની અસર પૂર્ણ થતાં આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થયો
– 2021-22ના પ્રથમ પાંચ માસમાં આ કલેશન રૂ.45097 કરોડ હતું
ગુજરાતમાં ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નું નાણાંકીય વર્ષ 2022-23ના પ્રથમ પાંચ માસમાં રૂ.56679 કરોડ કલેકશન થયું છે.જે ગત વર્ષના આ સમય ગાળા કરતાં સરેરાશ 27 ટકા વધુ રહ્યું છે.ગત વર્ષ 2021-22ના પ્રથમ પાંચ માસમાં આ કલેશન રૂ.45097 કરોડ હતું.આમ ગત નાણાંકીય વર્ષની વસૂલાત કરતાં રૂ.11582 કરોડ વધુ વસૂલાત થઇ છે.ચાલુ વરસે વરસાદ પણ સરેરાશ 100 ટકા ઉપરાંત પડયો છે.જેના પગલે ગ્રામ્ય વિસ્તારમાં દિવાળીની ખરીદી પણ ગત વર્ષની તુલનાએ વધુ નિકળશે.નવરાત્રીથી જ રાજ્યમાં ખરીદી વધી જવા પામી છે.ઉત્પાદન પ્રવૃત્તિઓ,સેવા પ્રવૃત્તિઓમાં પણ વધારો થયો છે.રાજ્યમાં કેટલીક કોમોડીટીમાં જીએસટીની ચોરીનું પ્રમાણ ટેક્સના દર વધુ હોવાથી ઉંચુ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા આ કોમોડીટીઓના વેપાર ઉપર વધુ પ્રમાણમાં વોચ રાખવામાં આવી રહી છે.ગ્રામ્ય અર્થતંત્ર ગત વર્ષના આ સમયગાળાની તુલનાએ વધુ ધબકતું થયું છે.ઉત્સાહ જનક રીતે ગ્રામ્ય ખરીદી વધી રહી છે.બીજી તરફ રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પણ વધી રહી છે.જે જીએસટીની વસૂલાત આગામી મહિનાઓમાં વધુ થશે તેવા નિર્દેશ આપે છે.
ચાલુ નાણાંકીય વર્ષમાં કોરોનાકાળની અસર પૂરી થતાં જ રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થયો હતો.આ ઉપરાંત પેટ્રોલિય પદાર્થોના ભાવ વધારાના પગલે વિવિધ ચીજ વસ્તુઓના ભાવમાં થયેલા તોતિંગ વધારાના કારણે પણ સરકારની તિજોરીમાં વધુ નાણાં આવી રહ્યા છે.ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલ માસમાં વસૂલાત રૂ.11264 કરોડ હતી.જે સૌથી વધુ હતી.ત્યાર બાદ મે માસમાં રૂ.9321 કરોડ, જૂન માસમાં રૂ.9321 કરોડ,જુલાઇ માસમાં રૂ.9321 કરોડ,ઓગસ્ટ માસમાં રૂ.8684 કરોડ અને સપ્ટેમ્બર માસમાં રૂ.9020 કરોડ વસૂલાત હતી.